ચૂંટણી પંચે ગઈકાલે ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરી હતી. ઈલેકટોરલ બોન્ડની વિગતો જોતાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. વિગતો તપાસતાં જાણવા મળ્યું છે કે કંગાળ પાકિસ્તાનની પાવર કંપનીએ પણ ભારતીય રાજકીય પક્ષોને દાન આપ્યું છે. આ પાકિસ્તાની કંપની, જે ભારતીય પાર્ટીઓને ચૂંટણી દાન આપે છે, તે પાકિસ્તાનમાં પાવર પ્રોડુસર તરીકે કામ કરે છે. કંપનીનું નામ હબ પાવર કંપની લિમિટેડ (હબકો) છે, જે પાકિસ્તાનની સૌથી મોટી પાવર ઉત્પાદક કંપની છે. ચૂંટણી પચં દ્રારા અપલોડ કરવામાં આવેલી માહિતીમાં હબ પાવરનું નામ દેખાઈ રહ્યું છે. આ પાકિસ્તાની કંપનીએ ૧૮ એપ્રિલ ૨૦૧૯ના રોજ રાજકીય પક્ષોને લગભગ ૯૫ લાખ પિયાનું દાન આપ્યું છે.
કયા રાજકીય પક્ષે આ ઈલેકટોરલ બોન્ડસ ઈનકેશ કર્યા છે તે જાહેર થતાં જ આગામી દિવસોમાં આ અંગે પણ રાજકારણ ગરમ થતું જોવા મળશે. અહીં નોંધનીય બાબત એ છે કે ૨૦૧૯માં ચૂંટણી દાન એવા સમયે આપવામાં આવ્યું હતું યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી. હબ પાવરની વેબસાઈટ અનુસાર, તેના પાવર જનરેટિંગ પ્લાન્ટસ બલૂચિસ્તાન, સિંધ, પાકિસ્તાની પંજાબ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં છે. ચૂંટણી પચં દ્રારા અપલોડ કરાયેલા ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લમી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઇન, વેલસ્પન અને સન ફાર્મા ચૂંટણી બોન્ડસની ખરીદીમાં સામેલ છે. ફયુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિસ (. ૧,૩૬૮ કરોડ) અને મેઘા એન્જીનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ (. ૯૬૬ કરોડ) એ સૌથી વધુ કિંમતના ઇલેકટોરલ બોન્ડસ ખરીધા છે
કોને કેટલા રૂપિયાના બોન્ડ
ચૂંટણી પચં દ્રારા જાહેર કરવામાં અ આવેલી વિગતોની પ્રાથમિક છણાવટમાં જણાવાયું છે કે, અડધો અડધ બોન્ડ ભાજપને મળ્યા છે. બીજા ક્રમે તૃણમૂલ અને ત્રીજા ક્રમે કોંગ્રેસ છે.
ભાજપ : ૬,૦૦૦ કરોડથી વધુ
તૃણમૂલ કોંગ્રેસ : ૧,૬૧૦ કરોડ
કોંગ્રેસ : ૧,૪૨૨ કરોડ
ભારત રાષ્ટ્ર્ર સમિતિ : ૧,૨૧૫ કરોડ
બીજેડી : ૭૭૬ કરો
જેની પાછળ ઇડી પડી તેણે સૌથી વધુ બોન્ડ ખરીધા
ભારતીય ચૂંટણી પંચએ ગુવારે ચૂંટણી બોન્ડ દ્રારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા. કમિશન દ્રારા જાહેર કરવામાં આવેલી વિગતોમાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્રારા માર્ચ ૨૦૨૨માં તપાસ કરાયેલી યુચર ગેમિંગ કંપનીએ ૧૩૫૦ કરોડ પિયાના ઇલેકટોરલ બોન્ડસ ખરીધા હોવાનો ખુલાસો થયો છે અને તેણે રાજકીય પક્ષોને આ રકમ દાન કરી હતી. જાહેર કરવામાં આવેલી વિગતોનું વિશ્લેષણ સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે રાજકીય પક્ષોને દાન આપનારાઓમાં સ્ટીલ ટાયકૂન લમી મિત્તલ, એરટેલના પ્રમોટર અબજોપતિ સુનીલ ભારતી મિત્તલ, વેદાંતા ગ્રૂપના અનિલ અગ્રવાલ, આઈટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસિસ મુખ્ય છે. અહીં ઉલ્લેખનીય છે એ છે કે યુચર ગેમિંગ એ જ કંપની છે જેની સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે માર્ચ ૨૦૨૨માં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી હતી. આ કંપનીએ બે અલગ–અલગ કંપનીઓ મારફત . ૧,૩૫૦ કરોડથી વધુના ઈલેકટોરલ બોન્ડ ખરીધા હોવાનો ખુલાસો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech