પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક,એક મહિલા અને 7 બાળકના મોત

  • February 17, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન ના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.રિપોર્ટ અનુસાર,આ હુમલાઓમાં સિમોનની બંને બાજુએ ટીટીપીના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

પાકિસ્તાની વાયુસેનાએ ઓછામાં ઓછા 3 અલગ અલગ સ્થળોએ આ હુમલાઓ કર્યા છે. આ હવાઈ હુમલામાં, પાકિસ્તાની વાયુસેનાએ 6 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો , જેમાં એફ-17 અને જેએફ-17 ફાઇટર પણ શામેલ છે. આ હવાઈ હુમલા અંગે પાકિસ્તાને હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી

કાબુલ ફ્રન્ટલાઈનના અહેવાલ મુજબ, પાકિસ્તાની વાયુસેનાએ અનેક ટીટીપી ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો કર્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં ૧૨ થી ૧૫ પાકિસ્તાની તાલિબાન લડવૈયાઓના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, આ મોતની હજુ સુધી પુષ્ટી થઈ નથી. ટીટીપીના હુમલામાં ઘણા પાકિસ્તાની સૈનિકોના મોતના જવાબમાં આ હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. ટીટીપીના હુમલામાં પાકિસ્તાની સેનાના 21 વર્ષીય લેફ્ટનન્ટનું પણ મોત થયું હતું.

કાબુલ ફ્રન્ટલાઈને વધુમાં અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાને દેશના સરહદી વિસ્તારમાં સ્થિત દક્ષિણ વઝીરિસ્તાનના એક ગામમાં હવાઈ હુમલો કર્યો છે. આમાં એક જ પરિવારના 8 સભ્યના મોત થયા છે, જેમાં એક મહિલા અને 7 બાળકોનો સમાવેશ થાય છે.

આ હવાઈ હુમલા બાદ વિસ્તારમાં તણાવ ઘણો વધી ગયો છે. તાજેતરના મહિનાઓમાં, કિસ્તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનએ પાકિસ્તાની દળો પરના હુમલાઓમાં વધારો કર્યો છે. તે જ સમયે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application