દેશના ઉચ્ચ કોટીના સન્માન પધ્મ વિભૂષણથી સન્માનિત અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે વહેલી સવારે નિધન થયું છે. આજે સવારે હૈદરાબાદની એક હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેમની વય ૮૭ વર્ષની હતી. જો કે તેઓ લાંબા સમયથી બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. આ સમાચારથી ફેન્સ અને ઘણા સેલેબ્સ આઘાતમાં સારી પડા છે.
ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે વહેલી સવારે હૈદરાબાદમાં અવસાન થયું છે. પ્રતિિત મીડિયા દિગ્ગજ અને ફિલ્મ સમ્રાટ રામોજી રાવનું હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમણે સવારે ૩.૪૫ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૮૭ વર્ષના હતા. રામોજીના નિધનના સમાચાર બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમને ૫ જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સઘન સારવાર ચાલી રહી હતી પરંતુ તે કારગત નીવડી ન હતી.
રામોજી રાવને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસની તકલીફને કારણે ૫ જૂનના રોજ હૈદરાબાદના સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા . પરંતુ તેમની તબિયત બગડતી રહી અને આજે વહેલી સવારે તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું
ખેડૂત પુત્ર રામોજી રાવની સિદ્ધી
રામોજી રાવનો જન્મ ૧૬ નવેમ્બર ૧૯૩૬ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પેડાપાપુડી ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેણે વિશ્વનો સૌથી મોટો થીમ પાર્ક અને ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી બનાવ્યો. તેમના બિઝનેમાં માર્ગદર્શી ચિટ ફંડ, ઈનાડુ ન્યૂઝપેપર, ઈટીવી નેટવર્ક, રામાદેવી પબ્લિક સ્કૂલ, પ્રિયા ફડસ, કલાંજલિ, ઉષાકિરણ મૂવીઝ, મયુરી ફિલ્મ ડિસ્ટિ્રબ્યુટર્સ અને ડોલ્ફિન ગ્રુપ આફ હોટેલ્સનો સમાવેશ થાય છે. એક મીડિયા દિગ્ગજ તરીકે રામોજી રાવનો તેલુગુ રાજકારણ પર મહત્ત્વનો પ્રભાવ હતો. તેમના ઘણા રાય અને રાષ્ટ્ર્રીય નેતાઓ સાથે ખૂબ સારા સંબંધો હતા જેઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમની સલાહ લેતા હતા. પત્રકારત્વ, સાહિત્ય, સિનેમા અને શિક્ષણમાં તેમના ઉત્કૃષ્ટ્ર યોગદાન માટે ભારત સરકારે તેમને ૨૦૧૬માં દેશના બીજા સર્વેાચ્ચ નાગરિક પુરસ્કાર પધ્મ વિભૂષણથી સન્માનિત કર્યા
આંતરડાના કેન્સરને હંફાવ્યું હતું
નોંધનીય છે કે રામોજી રાવે થોડા વર્ષેા પહેલા આંતરડાના કેન્સર સામે સફળતાપૂર્વક લડત આપી હતી. જો કે બાદમાં રામોજી રાવ લાંબા સમયથી લાંબી બીમારી અને વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતા.
ઘણી કલાસિક ફિલ્મો બનાવી
રામોજી રાવે ૧૯૮૪ના બ્લોકબસ્ટર રોમેન્ટિક ડ્રામા શ્રીવારિકી પ્રેમલેખા સાથે ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું અને મયુરી, પ્રતિઘાટન, મૌના પોર્ટમ, મનસુ મમતા, ચિત્રમ અને નુવવે કાવલી સહિત અનેક કલાસિકસનું નિર્માણ કયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech