પેકડ ફૂડ ફેટી લીવરની બીમારી ભેટમાં આપી શકે

  • May 30, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો તમે પેકડ ફૂડખાતા હોવ તો અત્યારથી જ ચેતી જાઓ. ઈન્ડિયન કાઉન્સિલ આફ મેડિકલ રિસર્ચએ થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફડ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. કારણ કે યુપીએફમાં ખાંડ અને મીઠું વધુ હોય છે. નિષ્ણાત સમિતિએ કહ્યું છે કે લોકોએ ખાંડ, ચરબી અને મીઠું વધુ હોય તેવા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે પેકડ ફડમાં ખાંડની માત્રા નક્કી કરવી જોઈએ.
ઈન્ડિયન કાઉન્સિલ આફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્િટટૂટ આફ ન્યુટિ્રશનની નિષ્ણાત સમિતિએ સૂચન કયુ છે કે પેકડ ફડ અને બેવરેજિસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવામાં આવે. વધારે ખાંડ, ચરબી અને મીઠું યુકત ખોરાક ટાળવો જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. અલ્ટ્રા–પ્રોસેસ્ડ ફડમાં સામાન્ય રીતે ખાંડ અને મીઠું વધુ માત્રામાં હોય છે.માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે જામ, ફ્રટ પલ્પ, કાર્બેાનેટેડ પીણાં, હેલ્થ ડિં્રકસ સહિત આવી ખાધ ચીજોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. વધારે ચરબી, ખાંડ અને મીઠું વાળી ખાધ વસ્તુઓ ઘરમાં પણ ન લાવવી જોઈએ


'પેકડ ફૂડમાં ખાંડનું પ્રમાણ નિશ્ચિત હોવું જોઈએ'
પેકેડ ફડમાં ઉમેરેલી ખાંડ અને કુલ ખાંડનું પ્રમાણ નક્કી કરવું જોઈએ.તિશય ખાંડના વપરાશના સંભવિત જોખમોને સંબોધવા માટે ઠંડા પીણાં, પેકેડ યુસ, કૂકીઝ, કેક, હેલ્થ ડિં્રકસમાં ખાંડની માત્રાની મર્યાદા નક્કી કરવાની ભલામણ કરવામાં આવે છે. અગાઉ,  અને  દ્રારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે ખાવા–પીવામાં બેદરકારી અનેક બીમારીઓનું કારણ બની રહી છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસ, ફેટી લિવર, બ્લડપ્રેશર જેવી બીમારીઓથી બચી શકાય છે. વધુ પડતી ચરબી ખાવી ખૂબ જ નુકસાનકારક છે



નિષ્ણાત સમિતિએ માર્ગદર્શિકા બહાર પાડી

આઈસીએમઆરની માર્ગદર્શિકા જણાવે છે કે અલ્ટ્રા–પ્રોસેસ્ડ ફડના નિયમિત સેવનથી ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ઘણા લોકો કેલરીથી ભરપૂર અલ્ટ્રા પ્રોસેસ્ડ ફડ ખાવાનું પસદં કરે છે, આવા ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે અને ખાંડનું પ્રમાણ જરી કરતાં વધુ હોય છે. વધુ તળેલા ઉત્પાદનો પણ ટાળવા જોઈએ.નેશનલ ઇન્સ્િટટૂટ આફ ન્યુટિ્રશન અને એ પણ પેકેડ ફડ અને બેવરેજિસમાં ખાંડની માત્રાની મર્યાદા નક્કી કરવાનું સૂચન કયુ છે


ખાંડ, ચરબી અને મીઠું વધુ હોય તેવા ખોરાક ખાવાનું ટાળો
મોટી વસ્તી ફેટી લીવરની સમસ્યાનો સામનો કરી રહી છે. આ સમસ્યા ત્યારે થાય છે યારે તમારા લીવરમાં વધુ પડતી ચરબી હોય છે. પેકેટ ફડ જેમાં વધારે તેલ, મીઠું અને ખાંડ હોય તેને ટાળવો જોઈએ. બાળકોમાં પેકેટ ફડની આદત સમસ્યા બની રહી છે. ચરબી, ખાંડ અને મીઠું વધારે હોય તેવા ખોરાકનું સેવન કરવાથી વજન વધવું, હૃદયરોગ, ચામડીના રોગો, ડાયાબિટીસ, કિડની અને લીવર સહિત અનેક રોગો થઈ શકે છે. પ્રોસેસ્ડ ફડનું પ્રમાણ ઘટાડવું જોઈએ. તમારા આહારમાં બાજરી, કઠોળ, તાજા ફળો અને તાજા શાકભાજીનો ઉપયોગ વધારવો પડશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application