ભાવનગર જિલ્લામાં આજે શનિવારે વરસાદની આગાહી વચ્ચે મહુવામાં પા ઈંચ,ભાવનગરમાં ઝરમર વરસાદ,જ્યારે ચાર તાલુકામાં ઝાપટા,અને જિલ્લામાં અન્યત્ર મેઘવિરામ રહયો હતો.મહત્તમ તાપમાન વધીને ૩૫.૨ ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન ૨૬.૮ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે ૨૩.૬ ફૂટ યથાવત રહી હતી.ભાવનગર જિલ્લામાં હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે શનિવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. મહુવામાં ૯ મિમી.એટલે કે પા ઈંચથી વધુ વરસાદ પડયો હતો.જ્યારે ભાવનગર શહેરમાં ઝરમર ૧ મિમી.વરસાદ પડયો હતો.સિહોરમાં ૩, ગારિયાધારમાં ૨,પાલિતાણામાં ૨ અને વલભીપુરમાં ૨ મિ.મી. વરસાદ પડયો હતો.
તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ એનડીઆરએફની ટીમને સજ્જ રાખી છે અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા તૈયારી કરી રાખી છે.ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે.સામાન્ય વરસાદ થયો હોવાથી હજી ઠંડક થતી નથી.
પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે ૨૩.૬ ફૂટ યથાવત રહી છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં વરસાદના અભાવે મહત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી વધીને ૩૫.૨ ડિગ્રી રહયું હતું.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે પરંતુ મન મુકીને વરસતા નથી.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે. શહેરનું મહત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી વધીને ૩૫.૨ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન ૦.૨ ડિગ્રી વધીને ૨૬.૮ ડિગ્રી નોંધાયુ હતુ.આજે શનિવારે સવારે ભેજ ૮૨ ટકા રહયો હતો.આથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૦ કિ.મી.રહી હતી. શ્રાવણ માસના પ્રારંભે ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે.ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech