સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી નજીક મોડી રાત્રે દારૂ ભરેલી ક્રેટા ગાડીને રોકવા જતા પી.એસ.આઇ જે એમ પઠાણનું મોત

  • November 05, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે તા. 5 /11/2024 ના 2.30 વાગે એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણનું અવસાન થયેલ છે. તેઓ દસાડા થી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. ત્યારે માહિતી મળી કે કે ત્યાંથી એક creta દારૂ ભરેલી પસાર થનાર છે. એટલે તેને રોકવા માટે તેઓ કઠાડા ગામ થી આગળ વળાંક  ઉપર એસએમસી ની ટીમના માણસો સાથે રસ્તો બ્લોક કરીને ઉભા હતા.


ત્યારે પાટડી તરફથી ક્રેટા કાર ટેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાયેલ નહિ. આ વખતે ટેલરના પાછળ ના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા  જતા ટેલરના પાછળના ભાગે અથડાયા હતા અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયેલ.


આમ  ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટેલર આવી જતા creta ટ્રેલર ની જમણી બાજુમાંથી નીકળી ગયેલ અને ટ્રેલર અને ફોર્ચુનરના લાઈટના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રાથમિક સારવાર માટે દસાડા પીએસસી સેન્ટર ઉપર લઇ જવામાં આવ્યા. ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયેલ છે. દારૂ ભરેલી ગાડી અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News