વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય એજન્ડા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટ છે. વડાપ્રધાન બન્યા પછી કદાચ પ્રથમ વખત સળગં ત્રણ દિવસ સુધી ગુજરાતનું રોકાણ પહેલીવાર બન્યુ છે. સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૭:૦૦ વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે ત્યાંથી તેઓ સીધા ગાંધીનગર જવા રવાના થશે રાજભવન ખાતે સમિટની પૂર્વ તૈયારીની વિશેષ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે ૯:૦૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર
ખાતે નેતાઓ સાથે દ્રિપક્ષીય બેઠક યોજશે અને બપોરે ત્રણ વાગ્યે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ૨,૦૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલા ગ્લોબલ ટ્રેડશો અને ખુલ્લો મુકશે મેક ઇન ઇન્ડિયા આત્મ નિર્ભર ભારત જેવી થીમ પર આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે સાંજે યુએઈના પ્રેસિડેન્ટ નું અમદાવાદ એરપોર્ટ પર રેડ કાર્પેટથી સ્વાગત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાજે ૫:૩૦ વાગ્યે રોડ શો કરશે.
લોકસભાની ચુટણી અને અમૃતકાળમાં ભારત ૨૦૪૭ની બ્લ્યૂપ્રિન્ટ માટે મહત્વની સાબિત થનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લ ા મૂકવા ઉપરાંત વૈશ્વિક નેતાઓ સાથે દ્રિપક્ષી સંવાદ તેમજ દેશ–વિદેશના સીઇઓ, ઉધોગપતિઓ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા કરવા જેવા ભરચક કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાન મોદી મંગળવારે સવારે ગ્લોબલ લીડર્સ સાથે દ્રિપક્ષી બેઠક અને સીઇઓ બેઠક બાદ સમિટના મુખ્ય મહેમાન પૈકી યુનાઇટેડ અમિરાત ના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયેદ નાહ્યાનનું અમદાવાદની ધરતી પર ઉષ્માભર્યુ સ્વાગત કરશે. બંને મહાનુભાવો એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ થઇ સીધા ગાંધીનગર જવા રવાના થશે. અગાઉ આ બંને મહાનુભાવો એરપોર્ટથી ૭ કિમી લાંબો રોડ શો યોજી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવા જવાના હતા એમાં રવિવારે સાંજે ઓચિંતા ફેરફાર થયો હતો. હવે બંને મહાનુભાવો એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ થઇ સીધા ગાંધીનગર જવા રવાના થશે. એટલે રોડ શો એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ અને રાયસણથી હોટલ લીલા સુધીનો રહેશે. અહીં બંને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્લોબલ લીડર્સ અને દેશ–વિદેશના ઉધોગકારો, સીઇઓ સાથે ગાલા ડીનર યોજાશે.
વડાપ્રધાન મોદી ગુજરાતના ત્રણ દિવસની મુલાકાત માટે આજે સાંજે ૭ વાગ્યા પછી નવી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને સીધા ગાંધીનગર જવા રવાના થશે. પીએમ રાજભવન ખાતે સમિટની પૂર્વ તૈયારીઓ સંદર્ભે બેઠક યોજી શકે છે. મંગળવારે સવારે ૯.૩૦ વાગે વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે વૈશ્વિક નેતાઓ સાથે દ્રિપક્ષી બેઠક યોજશે અને પછી ટોચના વૈશ્વિક કંપનીઓના સીઇઓ સાથે મહત્વની બેઠક યોજશે.
તા ૯મીએ બપોરે ૩ વાગે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લ ો મૂકશે. મેઈક ઈન ગુજરાત'–'આત્મનિર્ભર ભારત' સહિત વિવિધ થીમ આધારિત ૧૩ પ્રદર્શન હોલ તૈયાર થઈ ચૂકયા છે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે ૧૦૦ દેશો યારે પાર્ટનર તરીકે ૩૩ દેશો ભાગ લઈ રહ્યા છે. વિશ્વના ૨૦ દેશોના સંશોધન ક્ષેત્રના અંદાજે ૧૦૦૦થી વધુ પ્રદર્શકો ગ્લોબલ ટ્રેડ–શોમાં સહભાગી થનાર છે. એટલું જ નહિ, ટ્રેડ–શોમાં કુલ વિસ્તારને ૧૦૦ ટકા બકિંગ પણ પર્ણ થયું છે.
કાલના રોડ શોમાં સુરક્ષા કારણોસર ફેરફાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઇના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આવતીકાલે અમદાવાદમાં એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ શો યોજવામા આવે તેવી સંભવનાઓને લઇ વહીવટી તત્રં અને સુરક્ષા એજન્સીઓ, સ્વૈચ્છિક સંગઠનો દ્રાર ભવ્યાતિભવ્ય સ્વાગત સહિતની તૈયારીઓ કરવામાં આવી હતી. બંને મહાનુભાવો સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી રિવરફ્રન્ટના નજારાને માણવાના હતા. અનેક સ્વૈચ્છિક, ધાર્મિક સંગઠનોના વડાઓ ઠેર ઠેર સ્વાગત માટે હાજર રહેવાના હતા. મોટી સંખ્યામાં નાગરિકો વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ઉમટી પડે માટે ભાજપ સંગઠન દ્રારા તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ રવિવારે કાર્યક્રમમાં ફેરફાર થતાં હવે રોડ શો એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ તેમજ રાયસણથી ગાંધીનગર હોટલ લીલા સુધીના પટ્ટા પૂરતો મર્યાદિત કરાયો છે. જોકે જાણવા મળ્યા મુજબ અમદાવાદથી પરત ગાંધીનગરના માર્ગ ઉપર ઠેર ઠેર મેટ્રોના કામ ચાલી રહ્યા છે અને એના લીધે ડાયવર્ઝન અપાયા છે આવા માર્ગપરથી મહાનુભાવોના ટને સુરક્ષા એજન્સી દવારા નનૈયો ભણી દેવાતા ટ બદલવાની ફરજ પડી છે.
ગાંધીનગરની સરકારી કચેરીઓ તારીખ ૧૦મીએ બપોરે ૧૨:૦૦ કલાકે શરૂ થશે
વાઈબ્રન્ટના કારણે ગાંધીનગર ખાતે કામ કરતા તમામ સરકારી કચેરીના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. તા.૧૦ મી જાન્યુઆરીએ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરી સવારે ૧૦.૩૦ના બદલે ૧૨.૦૦ વાગ્યે શ થશે વાઇબ્રન્ટ સમીટ ના કારણે મહાત્મા મંદિર, રાજભવન, સહિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વી વીઆઈપી મુમેન્ટ કારણે સરકારે આ નિર્ણય લીધો છે.સવારે ૧૦.૩૦ વાગ્યે વીઆઇપી મુમેન્ટ અને કર્મચારીઓ કચેરીની અવરજવર ના કારણે ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે સચિવાલય સહીત સરકારી ઓફિસ નો સમય બદલવામા આવયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech