મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુણે જવાના હતા, પરંતુ વરસાદના કારણે તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. PM મોદી આજે 22 હજાર 900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા પુણે જવાના હતા.
પીએમ મોદી પૂણે જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના હતા. જેમાં સોલાપુર એરપોર્ટનું ઉદ્ઘાટન અને પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરનું ઉદ્ઘાટન સામેલ હતું. હવે જ્યારે પીએમ પૂણે જઈ રહ્યા નથી, તો શક્ય છે કે આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવાનો હતો કાર્યક્રમ
PM મોદી આજે પુણેના અદાલત મેટ્રો સ્ટેશનથી સ્વારગેટ સુધી દોડતી મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી આપવાના હતા. આ મેટ્રો સેક્શનના ઉદ્ઘાટન સાથે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થશે. ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વારગેટ વચ્ચેના અંડરગ્રાઉન્ડ સેક્શનનો ખર્ચ અંદાજે રૂ. 1,810 કરોડ છે. આ સાથે પીએમ મોદીએ લગભગ રૂ. 2,950 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પુણે મેટ્રો ફેઝ-1ના સ્વારગેટ-કાત્રજ એક્સટેન્શનનો શિલાન્યાસ પણ કરવાનો હતો.
મેટ્રો પ્રોજેક્ટને લઈને પુણેની હશે આ છઠ્ઠી મુલાકાત
મેટ્રો પ્રોજેક્ટને લઈને પીએમ મોદીની પુણેની આ છઠ્ઠી મુલાકાત હતી. ભવિષ્યમાં આ મેટ્રો લાઇનને વધુ વિસ્તૃત કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે અને વધુ બે લાઇન ઉમેરવામાં આવશે. જેમાં એક પીસીએમસીથી નિગડી સુધીનો અને બીજો સ્વારગેટથી કાત્રજ સુધીનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech