પ્લેનમાં નહીં ટ્રેન દ્વારા PM મોદી પહોંચશે યુક્રેન, મેલોની-બાઈડેન સહિત ઘણા મોટા નેતાઓ આ ટ્રેનમાં કરી ચૂક્યા છે સવારી, જાણો ખાસિયત

  • August 21, 2024 11:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન મોદી 23 ઓગસ્ટ 2024ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના આમંત્રણ પર યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લેશે. 30થી વધુ વર્ષોમાં ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. દરમિયાન વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી કિવમાં સાત કલાક વિતાવશે. પીએમ મોદીની કિવની મુલાકાતમાં 20 કલાકની ટ્રેન યાત્રાનો સમાવેશ થશે.


આ વર્ષે જુલાઈમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. હવે તેઓ યુક્રેનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવાના છે. પીએમ મોદી ઝેલેન્સકીને ચોથી વખત મળશે. ઝેલેન્સકીના આમંત્રણ પર પીએમ મોદી યુદ્ધગ્રસ્ત કિવની મુલાકાત લેશે. તે 23 ઓગસ્ટ 2024ના રોજ અહીં પહોંચશે.




મોટા નેતાઓ આ ટ્રેનમાં કરી ચૂક્યા છે મુસાફરી

પીએમ મોદી પોલેન્ડથી ખાસ તૈયાર કરાયેલી લક્ઝરી ટ્રેન (રેલ ફોર્સ વન) મારફતે કિવ જશે. તમને જણાવી દઈએ કે દુનિયાના મોટા નેતાઓ આ ટ્રેન દ્વારા યુક્રેન ગયા છે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ઓલ્ફ સ્કોલ્ઝના નામ સામેલ છે.




30 વર્ષમાં ભારતીય પીએમની યુક્રેનની પ્રથમ મુલાકાત

તમને જણાવી દઈએ કે 30 થી વધુ વર્ષોમાં કોઈપણ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી. વિદેશ મંત્રાલયે એ પણ ખુલાસો કર્યો કે વડાપ્રધાન મોદી કિવમાં સાત કલાક વિતાવશે. હાલ પીએમ મોદી પોલેન્ડમાં છે.




'રેલ ફોર્સ વન'


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'રેલ ફોર્સ વન'નું ઈન્ટિરિયર ખૂબ જ સુરક્ષિત છે.


તેમાં લાકડાની પેનલવાળી કેબિન છે, જેમાં કામ અને લેઝર માટે જરૂરી તમામ વસ્તુઓ હોય છે.


તેની વિશેષતાઓમાં મીટિંગ્સ માટે એક વિશાળ લાંબું ટેબલ શામેલ છે, એક આલીસાન સોફા, દિવાલ-માઉન્ટેડ ટીવી અને આરામદાયક સૂવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.


આ લક્ઝુરિયસ ટ્રેન 2014માં ક્રિમિયામાં આવતા પ્રવાસીઓ માટે બનાવવામાં આવી હતી.


જો કે, રશિયાના કબજા પછી વિશ્વના નેતાઓ અને વીઆઈપીને યુદ્ધગ્રસ્ત દેશમાં સુરક્ષિત રીતે પરિવહન કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


આ ટ્રેન ઈલેક્ટ્રિક એન્જિન પર નહીં પરંતુ ડીઝલ એન્જિન પર ચાલે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application