ગુજરાતમાં છેલ્લે 2020માં થયેલી એશિયાઇ સિંહોની વસતી ગણતરી મુજબ હાલ 674 સિંહો અભ્યારણ્ય અને અન્ય વિસ્તારોમાં વસવાટ કરે છે. દર વર્ષે 3 ટકાની વસતીનો વધારો ધ્યાને લઇએ તો 2047ના વર્ષ સુધીમાં ગુજરાતમાં સિંહોની વસતી 2,500ને પાર થઇ જશે. હાલ સિંહો માત્ર ગીરના જંગલો પૂરતા મર્યાદિત ન રહેતાં અમરેલી જિલ્લામાં સ્થળાંતરિત થયાં છે. ક્યારેક તે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સુધી પહોંચી ગયા હોવાના અહેવાલો પણ આવે છે. સિંહોની વધતી વસતીને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020ના વર્ષમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે 2,900 કરોડ ઉપરાંતના પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી, તે પછી 2022માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે આ પ્રોજેક્ટ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રિ જામનગર પહોંચ્યા હતા. સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કર્યા બાદ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાનાં દર્શન-પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું. જ્યાં વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. મોદી..મોદી..ની બૂમોથી ગીર ગૂંજી ઊઠ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાસણ ગીર ખાતે ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, મુખ્ય સચિવ પંકજ જોશી, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, એસ.પી. ભગીરથસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સ્વાગત કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMગુજરાતમાં પાંચ IAS ઓફિસરોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, જુઓ લિસ્ટ
May 08, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech