દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો સુધારવા માટે નવા પ્રયાસ કરી રહેલા ભારતના પીએમ નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે. પીએમ મોદી ભારતના સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે સંબંધોને ગાઢ બનાવવા માટે બંને સાથે ચર્ચા કરશે.પીએમ મોદી ૦૪–૦૫ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં હશે અને આ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ અને ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં બે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. વિદેશ મંત્રાલયમાં પૂર્વ સચિવ જયદીપ મજુમદારનું કહેવું છે કે ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધો મોટા વિસ્તરણ માટે તૈયાર છે.
પીએમ મોદીની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વની જાહેરાતો થવાની વાત છે. ભારત બ્રુનેઈ સાથે ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવાની શકયતાઓ જોઈ રહ્યું છે. બ્રુનેઈએ તાજેતરના વર્ષેામાં સંરક્ષણ ક્ષેત્ર પર વધુ ધ્યાન આપવાનું શ કયુ છે અને સહયોગ માટે ભારતને મેસેજ પણ મોકલ્યા છે. મજમુદારે કહ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યકારી જૂથની રચનાને લઈને પણ બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. જે સંરક્ષણ સંબંધોને દિશા આપનાર સાબિત થશે.
લગભગ છ વર્ષ પછી ભારતીય પીએમની સિંગાપોરની આ મુલાકાત હશે. પોતાના ત્રીજા કાર્યકાળની શઆતમાં સિંગાપોરની મુલાકાત લઈને પીએમ મોદી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ થવાના સંકેત આપી રહ્યા છે. મજમુદારે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષેામાં ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધો દરેક ક્ષેત્રમાં મજબૂત થયા છે.
સંરક્ષણ ક્ષેત્રે સહકાર સતત વધી રહ્યો છે. આર્થિક સંબંધો પણ મજબૂત બની રહ્યા છે. એક અઠવાડિયા પહેલા જ ભારત–સિંગાપોર મંત્રી સ્તરની બેઠક યોજાઈ હતી જેમાં મોદી કેબિનેટના વિદેશ મંત્રી, નાણા મંત્રી, ઉધોગ અને વાણિય મંત્રી અને આઈટી અને ઈલેકટ્રોનિકસ મંત્રી ભાગ લેવા માટે સિંગાપોર ગયા હતા.
ભારત અન્ય કોઈ દેશ સાથે આવી સરકારી સ્તરની બેઠકોનું આયોજન કરતું નથી. મજમુદારે કહ્યું, આ બેઠકમાં ભવિષ્યમાં સહકારના કેટલાક નવા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે. ડિજિટલાઈઝેશન અને એડવાન્સ્ડ મેન્યુફેકચરિંગ એ બે ક્ષેત્રો છે યાં સહકાર માટેની અપાર શકયતાઓ અંગે સર્વસંમતિ સધાઈ છે.છેલ્લા ૧૦–૧૫ વર્ષમાં ઝડપથી વિકસેલા ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધો હવે વધુ આગળ વધવા માટે તૈયાર છે, દક્ષિણ પૂર્વ એશિયામાં ચીનના સતત આક્રમક વલણને જોતા આ ક્ષેત્રની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. વૈશ્વિક સ્તરે ગંભીર ગણવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech