વારાણસી એરપોર્ટ પર ઉતરતા જ પીએમ મોદીએ પોલિસ કમિશનર પાસે ગેંગ રેપ કેસનો ખુલાસો માંગ્યો

  • April 11, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતપુર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે વારાણસી પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને કલેક્ટર પાસેથી વારાણસી ગેંગ રેપ કેસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી, જેઓ તેમને આવકારવા માટે રનવે પર હાજર હતા. એરપોર્ટ પર, પીએમ મોદી આ કેસ અંગે ત્રણેય અધિકારીઓ સાથે અલગ-અલગ વાત કરતા જોવા મળ્યા. વારાણસીમાં, એક 19 વર્ષીય યુવતી પર 23 છોકરાઓએ અલગ અલગ જગ્યાએ 6 દિવસ સુધી વારાફરતી બળાત્કાર ગુજાર્યો. 29 માર્ચે, યુવતીને તેના એક મિત્રએ લઈ જઈને પહેલા તેના પર બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ છોકરાઓ જગ્યા બદલતા રહ્યા અને આગામી 6 દિવસ સુધી 23 છોકરાઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો. પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી.


પૂર્વાંચલને 44 વિકાસ યોજનાઓ ભેટ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની 50મી મુલાકાતે પહોંચ્યા છે. નિર્ધારિત સમય કરતાં 24 મિનિટ વહેલા કાશી પહોંચેલા પીએમ મોદીએ રનવે પર તેમનું સ્વાગત કરવા ઉભા રહેલા પોલીસ અને વહીવટીતંત્રના કમિશનર અને ડીએમ પાસેથી અલગથી આ કેસ વિશે માહિતી લીધી.


પીડિત યુવતી પાંડેપુર વિસ્તારની રહેવાસી છે અને સ્પોર્ટ્સ કોલેજમાં પ્રવેશની તૈયારી કરી રહી હતી. પીડિતાની માતાએ કહ્યું કે તેની ગભરાયેલી પુત્રી રસ્તો ભૂલી ગઈ અને એક હેવાનથી છૂટીને ઘરે પહોંચવાની આશામાં તે બીજા હેવાનના હાથમાં જતી રહી. 29 માર્ચે, એક બહેનપણીના ઘરેથી પાછા ફરતી વખતે યુવતીને રાજ વિશ્વકર્મા નામનો મિત્ર મળ્યો. રાજ તેને લંકાના એક કાફેમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર કર્યો. 30 માર્ચે સમીર, 31 માર્ચે આયુષ, સોહેલ, દાનિશ, અનમોલ, સાજિદ, ઝાહિદે તેના પર બળાત્કાર ગુજાર્યો. 1 એપ્રિલે સાજિદે ચાર મિત્રો સાથે મળીને, 2 એપ્રિલે રાજ ખાન (તેણીએ ના પાડી હોવાથી તેણે તેની પર બળાત્કાર ન કર્યો), 3 એપ્રિલે દાનિશ, શોએબ અને અન્ય લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો. આ સમયગાળા દરમિયાન યુવતી બે વાર તેની બહેનપણીના ઘરે રહી હતી પરંતુ ઘરે પરત ફરતી વખતે તેને બીજા છોકરાએ ઉપાડી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application