પીએમ મોદી 3 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસના પ્રવાસ માટે રવાના થયા હતા. પ્રથમ, તેઓ બ્રુનેઈ પહોંચ્યા જ્યાં તેઓ બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાને મળ્યા હતાં જ્યાં ભારત અને બ્રુનેઈ વચ્ચેના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમ મોદી બ્રુનેઈની મુલાકાત બાદ હવે સિંગાપુર પહોંચી ગયા છે.
ભારત-સિંગાપુરનાં સંબંધો બનશે વધુ મજબૂત
સિંગાપુર પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને લખ્યું, હું સિંગાપુર પહોંચી ગયો છું, અહીં અમે ભારત-સિંગાપુર સંબંધોને મજબૂત કરવા માટે દ્વિપક્ષીય વાતચીત કરીશું.
પીએમનું ભવ્ય સ્વાગત
પીએમ મોદી જ્યારે સિંગાપુર પહોંચ્યા ત્યારે લોકોના ઉત્સાહની એક અલગ જ તસવીર સામે આવી હતી. જેમાં પીએમને મળવા માટે ભારતીય લોકોનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સિંગાપુરમાં પણ ભારતીય સંસ્કૃતિ સ્પષ્ટપણે જોવા મળી હતી. ત્યાં રહેતા ભારતીય લોકોએ પીએમના સિંગાપુરમાં આગમનની ઉજવણી માટે ઢોલ વગાડ્યો હતો.તેમજ મહિલાઓ મહારાષ્ટ્રની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી જોવા મળી હતી.
આ અવસર પર પીએમ મોદી ખુદ લોકોના ઉત્સાહ અને ભવ્ય સ્વાગતની પ્રશંસા કરતા આનંદ સાથે ઢોલ વગાડતા જોવા મળ્યા હતા.
મહિલાઓએ રાખડી બાંધી
પીએમ મોદી સિંગાપુર પહોંચ્યા કે તરત જ તેમને મળવા ભારતીયોની ભીડ ઉમટી પડી હતી. પીએમ તેમના ચહેરા પર સ્મિત સાથે મહિલાઓને રાખડી બાંધતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીના સન્માનમાં મોદી જી અમર રહે નારાના ગુંજી રહ્યા હતા.
આ અવસરે લોકોએ પીએમ મોદીને સન્માન સાથે શાલ ઓઢાડી હતી. પીએમ મોદી ઘણા લોકોને મળ્યા અને ઘણા ભારતીયો સાથે હાથ મિલાવ્યા હતા. ગુરુવારે સંસદ ભવન ખાતે પીએમનું સત્તાવાર સ્વાગત કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ થર્મન શણમુગરત્નમને મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech