વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે છે. તે ઝારખંડને ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ કરશે. આ સાથે તેઓ જમશેદપુરના ગોપાલ મેદાનમાં ભાજપ દ્વારા આયોજિત સભામાં ભાગ લેશે. પરંતુ તેમના કાર્યક્રમોમાં સમાવિષ્ટ રોડ શો હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે કારણકે ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે. બીજેપી નેતા અને ઝારખંડના પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
વડાપ્રધાન ટાટાનગરમાં છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ સિવાય પીએમ મોદી ટાટાનગરમાં 660 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.
ઝારખંડના ઝડપી વિકાસ માટે સંકલ્પબદ્ધ
ઝારખંડની મુલાકાત પહેલાં પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે અમે ઝારખંડના ઝડપી વિકાસ માટે સંકલ્પબદ્ધ છીએ. આજે સવારે લગભગ 10 વાગ્યે, ટાટાનગરમાં છ 'વંદે ભારત' પ્રોજેક્ટને લીલી ઝંડી ફરકાવવાની સાથે અન્ય ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાનો લહાવો મળશે. આ ઉપરાંત હું પીએમ આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓ સંબંધિત કાર્યક્રમમાં પણ ભાગ લઈશ.
6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે
ટાટાનગર-પટના
ભાગલપુર-દુમકા-હાવડા
બ્રહ્મપુર - ટાટાનગર
ગયા - હાવડા
દેવઘર- વારાણસી
રાઉરકેલા - હાવડા
આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી નિયમિત મુસાફરો, કામદારો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. આ ટ્રેનો દેવઘરમાં બૈદ્યનાથ ધામ, વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર, કોલકાતામાં કાલીઘાટ, બેલુર મઠ વગેરે જેવા તીર્થસ્થળો માટે હાઇ-સ્પીડ પરિવહન પ્રદાન કરીને પ્રદેશમાં ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે.
આ સિવાય ધનબાદમાં કોલ માઈનિંગ ઈન્ડસ્ટ્રી, કોલકાતામાં જ્યુટ ઈન્ડસ્ટ્રી, દુર્ગાપુરમાં લોખંડ અને સ્ટીલ સંબંધિત ઈન્ડસ્ટ્રીને પણ મોટો વેગ મળશે. PM મોદી ઝારખંડના 20 હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) લાભાર્થીઓને મંજૂરી પત્રો આપશે. તે લાભાર્થીઓને સહાયનો પ્રથમ હપ્તો જાહેર કરશે. વડાપ્રધાન 46 હજાર લાભાર્થીઓના હાઉસ વોર્મિંગ સેરેમનીમાં પણ ભાગ લેશે.
ટાટાનગરમાં આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ
દેવઘરમાં માધુપુર બાયપાસ લાઇન અને હજારીબાગ જિલ્લામાં હજારીબાગ ટાઉન કોચિંગ ડેપોનો શિલાન્યાસ કરશે. તેઓ કુરકુરા-કાનારોન ડબલિંગ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે જે બાંદામુંડા-રાંચી સિંગલ લાઇન વિભાગનો ભાગ છે. PM મોદી સામાન્ય લોકોની સુરક્ષા વધારવા માટે 04 રોડ અન્ડર બ્રિજ (RUBs) પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech