જામનગરમાં PM મોદીનો મેગા રોડ શો, ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

  • February 24, 2024 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. કરોડોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આજે રાત્રે પ્રધાનમંત્રી મોદી જામનગર રાત્રી રોકાણ કરવાના છે. જામનગરની ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું છે જ્યાં તેમનું જાજરમાન સ્વાગત કરાયું છે તેમજ ભવ્ય રોડ શૉનું પણ આયોજન કરાયું છે. લોકો અનેરો ઉત્સાહ સાથે PM મોદીને આવકારી રહ્યાં છે.



એક દિવસના અંતરાલ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી તેમના હોમસ્ટેટ ગુજરાત પહોચ્યા છે.તેમના સ્વાગત માટે જામનગર, રાજકોટ અને દ્વારકામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. પીએમ મોદી તેમના આ પ્રવાસ દરમિયાન વિકાસકામોની વણઝાર લગાવશે.પીએમ મોદી લોકસભા ચૂંટણી પહેલા ઝંઝાવાતી પ્રચાર માટે નીકળી પડ્યા છે.



જામનગરમાં દીગજામ સર્કલથી પાયલોટ બંગલા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શોનુ આયોજન કરાયું છે. જેમાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રીએ પણ લોકોના અભિવાદનને ઝીલ્યું હતું. આજે PM જામનગર ખાતે રાત્રી રોકાણ કરશે. તેઓ સર્કિટ હાઉસ ખાતે કાઠીયાવાડી ભોજન માણશે


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દ્વારકા અને રાજકોટના કાર્યક્રમોમાં હાજર રહેશે.જેમાં સૌથી પ્રથમ જામનગરથી પીએમ મોદી સીધા દ્વારકા જશે. જ્યાં બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ ઓખા-બેટ દ્વારકા વચ્ચે 900 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે.બ્રિજના લોકાર્પણ બાદ PM મોદી દ્વારકાધીશના નિજ મંદિરે દર્શન કરશે. એટલું જ નહીં પીએમ મોદી દ્વારકામાં ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application