વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ અમેરિકાના પ્રવાસે છે. તેઓ આજે અમેરિકા પહોંચ્યા બાદ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા હતા. યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટે ગઈકાલે એટલે કે બુધવારે 52ની સામે 48 મતથી રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તરીકે તુલસી ગબાર્ડની નિમણૂકને સમર્થન આપ્યું હતું. પીએમ મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત અને ડિનર કરશે. આ ઉપરાંત, તેઓ ઘણા ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.
ટ્રમ્પ સાથે ડિનર કરશે પીએમ મોદી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોદીનું પ્રતિનિધિમંડળ કુલ 6 બેઠકોમાં હાજરી આપશે. મોદીની છેલ્લી મુલાકાત ગુરુવારે સાંજે 4 વાગ્યે (ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 2:30 વાગ્યે) થશે. આ પછી મોદી અમેરિકી રાષ્ટ્રપતિ સાથે રાત્રિ ભોજન કરશે.
મોદી અને ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથે પણ વાતચીત કરી શકે છે. મોદીની અમેરિકા મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે શહેરમાં બરફવર્ષા અને કરા પડવાને કારણે ઠંડીનો પ્રકોપ છે. તેઓ પ્રેસિડેન્ટ ગેસ્ટ હાઉસ એટલે કે વૈભવી બ્લેર હાઉસમાં રહેશે. તે વ્હાઇટ હાઉસની સામે જ છે. આ ગેસ્ટ હાઉસમાં વિશ્વના નેતાઓ રોકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં પાછા આવ્યા બાદ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જોકે, બાદમાં તેમણે કેનેડા અને મેક્સિકોને 30 દિવસ માટે ટેરિફમાં રાહત આપી છે.
ટ્રમ્પ વારંવાર ભારતના ઊંચા ટેરિફ દરોની ટીકા કરી ચૂક્યા છે. જોકે, અત્યાર સુધી તેમણે ભારત પર કોઈપણ પ્રકારનો ટેરિફ લાદ્યો નથી. એવું માનવામાં આવે છે કે મોદી અને ટ્રમ્પ ટેરિફ અંગે ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત મોદી અને ટ્રમ્પ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પણ ચર્ચા કરી શકે છે. પ્યુ રિસર્ચ અનુસાર, અમેરિકામાં 7 લાખ 25 હજારથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીયો રહે છે. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ નવેમ્બર 2024 માં જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં તેણે માન્ય દસ્તાવેજો વિના 20,407 ભારતીયોની ઓળખ કરી છે.
પીએમ મોદી ઈલોન મસ્કને પણ મળી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કને પણ મળી શકે છે. આ બેઠક ભારતીય સમય મુજબ શુક્રવારે થશે. ટ્રમ્પના નજીકના સહયોગી મસ્ક સાથે પીએમ મોદીની મુલાકાત છેલ્લી ઘડીએ નક્કી થઈ છે. ટ્રમ્પ-મસ્ક ભારતમાં ટેસ્લાના EV પ્લાન્ટની સ્થાપના અંગે ચર્ચા કરી નિર્ણય લઈ શકે છે. અમેરિકાની યાત્રા દરમિયાન પીએમ મોદી અન્ય ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે. ભારત અને અમેરિકા વચ્ચે રોકાણ કરાર થવાની શક્યતા છે.
આ પહેલા, પીએમ મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી બુધવારે સાંજે અમેરિકા જવા રવાના થયા હતા. પીએમ મોદીને વિદાય આપવા માટે ઈમેન્યુઅલ મેક્રોન પોતે માર્સેલી એરપોર્ટ પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech