PM મોદી નાસ્તામાં ખાય છે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર આ હેલ્ધી ઢોસા, જાણો બનાવવાની રીત

  • August 21, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવારે હેલ્ધી નાસ્તો કરવાથી શરીર સ્વસ્થ રહે છે એટલું જ નહીં પણ તે મેદસ્વી થવાથી પણ બચાવશે. આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદીની જેમ આ ઉંમરે પણ ફિટ છે, તેની પાછળનું સૌથી મોટું કારણ છે તેમનો ઉત્તમ આહાર. જો તમે પણ ફિટ રહેવા માંગતા હોય તો આ રેસિપીને ડાયટમાં ચોક્કસ સામેલ કરો. આ રેસીપી મગ અને રાગી ઢોસા છે.


મગ અને રાગી ઢોસા બનાવવા માટેની સામગ્રી :


મગની દાળ – પલાળેલી, રાગીનો લોટ – પલાળેલો, ચોખાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર મુજબ આથો, ડોસા માટે તેલ કે માખણ

મગ અને રાગીના ઢોસા બનાવવાની રીત:


સ્ટેપ 1: સૌથી પહેલા મગની દાળ અને રાગીને રાત્રે અલગ-અલગ પલાળી દો. સવારે પલાળેલી મગની દાળ અને રાગીને અલગ-અલગ પીસીને ઝીણું મિશ્રણ બનાવી લો.


સ્ટેપ 2: હવે આ બે મિશ્રણને એકસાથે મિક્સ કરો અને તેમાં ચોખાનો લોટ, મીઠું અને યીસ્ટ ઉમેરો. આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને પાણી ઉમેરો જેથી ડોસાનું મિશ્રણ તૈયાર થઈ જાય. આ બેટરને અડધા કલાક માટે ગરમ જગ્યાએ રાખો જેથી કરીને આથો આવે. આથો આવ્યા પછી મિશ્રણને ફરીથી મિક્સ કરો અને ઢોસા બનાવવાની તૈયારી કરો.


 સ્ટેપ 3: નોન-સ્ટીક પેનમાં તેલ અથવા બટર ગરમ કરો. ડોસાના મિશ્રણને પેનમાં રેડો અને તેને વર્તુળમાં ફેલાવો. ઢોસાને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો અને પછી તેને ફેરવો. બીજી બાજુથી પણ સોનેરી થાય ત્યાં સુધી તળો. મગ અને રાગી ઢોસાને ગરમાગરમ સર્વ કરો અને સ્વાદિષ્ટ વાનગીનો આનંદ લો!





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application