અબુધાબીમાં કાલે પી.એમ.મોદી અને મહંત સ્વામીના હસ્તે મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ

  • February 13, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાત અમિરાતના દેશ યુએઈ (યુનાઈટેડ આરબ અમિરાત)ના પાટનગર અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર બનીને તૈયાર છે. બીએપીએસ (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) દ્વારા નિમર્ણિ પામેલ આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠ ા મહોત્સવ અને ઉદ્દઘાટન તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુ પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા કરવામાં આવશે. જે અંતર્ગત ફેસ્ટીવલ ઓફ હાર્મની થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.     
તા. 11 ફેબ્રુઆરીના રોજ પ્રાત: કાળે સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે 980 કરતાં વધુ ભક્તો ભાવિકો વૈદિક વિશ્વ સંવાદિતા યજ્ઞમાં જોડાયા હતા. બીએપીએસ હિંદુ મંદિર, અબુ ધાબીના 14 ફેબ્રુઆરીના રોજ થનાર ઐતિહાસિક ઉદ્દઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃંખલા  ફેસ્ટિવલ ઓફ હાર્મની અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભક્તો-ભાવિકો આજના યજ્ઞ વિધિ પ્રસંગે યજમાન પદે માંગલિક વસ્ત્રોમાં સજ્જથયા હતા. ભારતથી પધારેલા સાત નિષ્ણાત પુજારીઓએ આ યજ્ઞમાં પ્રાચીન વૈદિક વિધિ વિધાન દ્વારા સર્વે યજમાનોને આહુતિ અને વેદમંત્રો દ્વારાપવિત્ર વિચારો અને સદગુણી જીવન માટે પ્રતિબદ્ધ કયર્િ હતાઅને અનોખા ઐતિહાસિક વાતાવરણનું સર્જનથયું હતું. પૂજારીઓની સાથે સાથે 200 જેટલાં સ્વયંસેવકોયજ્ઞવિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા.

સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિરના નિમર્ણિકાર્યનું સંચાલન કરી રહેલાં સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું,ભારતની બહાર આ પ્રકારનો વિશિષ્ટ મહત્વ ધરાવતો યજ્ઞ ભાગ્યે જ યોજાય છે. મહંત સ્વામી મહારાજ જેને વારંવાર દ્રઢ કરાવે છે, તેવા વૈશ્વિક એકતાના સંદેશને યજ્ઞ દ્વારા અપાયેલી આ વિશિષ્ટ અંજલિ છે.  આજે પ્રાત: કાળે યોજાયેલા યજ્ઞમાં થયેલી શાંતિ અને સહ અસ્તિત્વની  અનુભૂતિને આ મંદિર આગામી અનેક પેઢીઓ સુધી દ્રઢ કરાવ્યા કરશે.

યજ્ઞની પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે. યજ્ઞ દરમિયાન વરસી રહેલાં વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સજીર્ દીધું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી, આ યજ્ઞમાં સંમિલિત થવા લંડનથી આવેલ હરિભક્ત જયશ્રી ઇનામદારે જણાવ્યું,  વરસાદે આ કાર્યક્રમને વધારે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધો છે. વરસાદમાં પણ યજ્ઞ વણથંભ્યો ચાલી રહ્યો હોય, તેવું મેં પહેલી વાર નિહાળ્યું. ઉલટું, વાતાવરણ જાણે વધુ માંગલિક બની ગયું હોય તેવું અનુભવાયું.

આગામી દિવસોમાં ફેસ્ટિવલ ઓફ હાર્મની અંતર્ગત ઉજવાનાર વિશિષ્ટ કાર્યક્રમોની રૂપરેખા અહીં પ્રસ્તુત છે, આ કાર્યક્રમો વિશિષ્ટ થીમ પર આધારિત હશે, જેમાં વિશ્વના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો સમ્મિલિત થશે. તારીખ 14.02.2024 કાર્યક્રમ 1: પ્રાણ પ્રતિષ્ઠ ા મહોત્સવ સમય: અબુ ધાબી સમય પ્રમાણે સવારે 7:15 થી 8:15 (ભારતીય સમય પ્રમાણે સવારે 9:15 થી 10:15), કાર્યક્રમ 2 : જાહેર લોકાર્પણ સમારોહ સંધ્યા કાર્યક્રમ સભા:  સાંજે 4:30થી 8:20 (ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50), તારીખ: 15.02.2024 સંધ્યા કાર્યક્રમ સભા: સંવાદિતા દિન સમય: સાંજે 6 થી 8 (ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30), તારીખ: 16.02.2024 સંધ્યા કાર્યક્રમ સભા: સભ્યતા દિન સમય: સાંજે 6 થી 8, તારીખ: 17.02.2024 સંધ્યા કાર્યક્રમ સભા:શાંતિ દિન સમય: સાંજે 6 થી 8, તારીખ: 18.02.2024 મંદિર નોંધાયેલા મુલાકાતીઓ માટેસવારે 9 થી 12 વાગ્યા સુધી ખુલશે.
સંધ્યા કાર્યક્રમ સભા: કૃતજ્ઞતા દિન સમય: સાંજે 6 થી 8, તારીખ: 19.02.2024 સંધ્યા કાર્યક્રમ સભા:મૂલ્યોનો દિન સમય: સાંજે 6 થી 8, તારીખ 20.02.2024 કીર્તન આરાધના, તારીખ 21.02 2024 કાર્યક્રમ : પ્રેરણા દિન - મહિલા સભા તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કઈંટઊ.ઇઅઙજ.ઘછૠ પર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application