રાજકોટ– મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડનાર ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી બન્નેને સસ્પેન્ડ કરી દેવાયા હતા અને ત્યારબાદ આ જુગાર કાડંની તપાસમાં લાખોનો તોડ થયાના અને સેટિંગ કરાયાના આક્ષેપો ઉઠયા હતાં. જે અંગે ડીજીપી કક્ષાએ એસએમસીને તપાસ સોંપાઇ હતી અને તપાસ દરમિયાન જુગારકાંડમાં બધુ સમુ સુતરું કરી દેવા માટે પીઆઇ તથા કોન્સ્ટેબલે ૫૧ લાખનો તોડ કરીને બોગસ દસ્તાવેજી પુરાવાઓ ઉભા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. એસએમસીના રીપોર્ટ આધારે બન્ને સામે ટંકારા પોલીસ મથકમાં એસએમસીના પીએસઆઇ આર.બી.ખાંટ દ્રારા સરકાર પક્ષે ફરિયાદી બનીને ગુનો નોંધાવવામાં આવ્યો છે. આવું પ્રથમ વખત બનતા તોડબાજ પોલીસકર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
પ્રા વિગતો મુજબ મોરબી – રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાની હદમાં આવેલ હોટલ કમ્ફર્ટમા ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તા.૨૫ ઓકટોબરના રોજ દરોડો પાડી ઇન્ચાર્જ પીઆઈ વાય. કે. ગોહિલે ૧૨ લાખ રોકડા તેમજ ફોચ્ર્યુનર કાર સહિત ૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના જાણીતા શિલ્પા જવેલર્સવાળા ભાસ્કર પારેખ સહિત ૯ આરોપીઓને પકડી પાડા હતા.
આ દરોડામાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ પહોંચતા તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી. પરિણામે એસએમસીના નિર્લિ રાય અને કે.ટી.કામરીયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ કમ્ફર્ટ હોટેલ ખાતે પહોંચી અંદાજે ૯ કલાક જેટલો સમય તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. ત્યારબાદ દરોડો પાડનાર પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરી દેવાયા હતા
ઉલ્લ ેખનિય છે કે આ દરોડા બાદ અગાઉ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્રારા ઈન્ચાર્જ પીઆઈ વાય.કે.ગોહિલની વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દ્રારકા જીલ્લ ામાં બદલી કરી નાખી હતી ત્યાર બાદ બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સસ્પેન્શન સાથે પીઆઇ ગોહિલને અરવલ્લ ી મુકવામાં આવ્યા હતા યારે કોન્સ્ટેબલ મહિપતસિંહને દાહોદ મુકવામાં આવ્યા હતા ત્યાર બાદ ગઈકાલે મોડી રાત્રે ટંકારા પોલીસ સ્ટેશનમાં એસએમસી પીઆઈ આર બી ખાંટ દ્રારા પીઆઇ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ માહિપતસિંહ સોલંકી પર ભ્રસ્ટાચાર અને ખોટા દસ્તાવેજી પુરાવાનો ઉપયોગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ લીંબડી ડીવાયએસપી રબારી ચલાવી રહ્યા છે.
બીજી તરફ એસએમસીની તપાસ બાદ ગઈકાલે રાત્રે એસએમસી પીઆઇ આર.જી.ખાટ દ્રારા તત્કાલીન ટંકારા પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી વિદ્ધ પોતે રાય સેવકો હોવા છતાં, કાયદા હેઠળના આદેશની અવજ્ઞા કરી, પંચનામા–ફરીયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી, ઉભા કરી, તે પુરાવાઓ ખોટા દસ્તાવેજી પુરાવાઓ હોવાનું પોતે જાણતાં હોવા છતાં કોર્ટમાં મોકલી આપી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી, ગુના હિત કૃત્ય કરવાના હેતુથી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગુનાહિત કાવતં રચી, ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપીઓ પાસેથી અને અધિકૃત રીતે લાંચની માંગણી કરી, સાહેદો મારફતે રાય સેવક તરીકે પ્રથમ રોકડા પિયા ૧૨,૦૦,૦૦૦ વિમલભાઈ પારદરીયાના મિત્ર સુમીત અકબરી મારફતે રાજકોટથી મંગાવી જુગારની રેઈડમાં બતાવી અને ત્યારબાદ રોકડા પિયા ૪૧,૦૦,૦૦૦– તથા રોકડા પિયા ૧૦,૦૦,૦૦૦– ન્યુઝ–મિડીયા આવે તે પહેલાં જામીન ઉપર મુકત કરી દેવા, ન્યૂઝ પેપર કે સૌશીયલ મિડીયામાં ફોટો નહીં આપવા તેમજ ભળતાં–ખોટા નામો આપવા, પંચનામા ફરી યાદમાં ખોટુ નામ લખવા, મોબાઈલ ફોનો પૈકી જરીયાતવાળા મોબાઈલ ફોન પરત આપવા વગેરે હેતુ માટે ખોટી રીતે બળજબરીથી કઢાવી લઈ, પોતે રાય સેવકો હોવા છતાં સત્તાનો દુરઉપયોગ કરી, પોતાના તાબા હેઠળના નીચલા વર્ગના કર્મચારીઓને ગેરકાયદેસર કૃત્ય કરવા ફરજ પાડી, ગેરકાયદેસર રીતે જાતે અને અન્ય મારફતે પોતાના કાયદેસરના મહેનતાણા સિવાય પિયા ૫૧ લાખ જેવી માતબર રકમની લાંચની માંગણી કરી–સ્વીકારવા મામલે અલગ અલગ કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech