સલાયામાંથી પીજીવીસીએલ દ્વારા રૂા. 18.56 લાખની ઝડપાતી વીજચોરી

  • March 20, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં છેલા ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાઇ છે. જેમાં ગઈકાલે સવારના સમયે પૂરતા પોલીસ બંદોબસ્ત તેમજ એસઆરપી જવાનો સાથે પીજીવીસીએલની અનેક ટુકડીઓએ સલાયામાં વીજ ચેકીંગ શરૂ કર્યું હતું. જેમાં સલાયામાં જુદા જુદા વિસ્તારમાંથી રૂા. 18.56 લાખ જેટલી વીજચોરી ઝડપાઈ હતી.


આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આમ સલાયામાં આટલી મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડાતા હાલ વીજચોરી કરતા ઇસમોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સલાયામાં કુલ વપરાશમાંથી મોટા ભાગનો વપરાશ ગેરકાયદેસર થઈ રહ્યો હોવાનું પીજીવીસીએલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હજુ આવનારા દિવસોમાં પણ આ વીજ ચેકીંગ હજુ જોરશોરથી ચાલુ રહેશે. અને વીજચોરી બંધ કરવા પીજીવીસીએલ મક્કમ હોવાનું જણાવાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application