પીજીવીસીએલ ઈજનેરનું સગીરા પર વારંવાર દુષ્કર્મ

  • October 27, 2023 06:45 PM 


રાજકોટમાં મોરબી બાયપાસ રોડ પર રહેતા અને પીજીવીસીએલમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવનાર શખસે સગીરા સાથે સાથે ત્રણ વર્ષ લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ તું મારી જ્ઞાતિની નથી તારી સાથે લગ્ન કરવા નથી કહી તરછોડી દીધી હતી.જેથી યુવતીને લાગી આવતા તેણે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે દુષ્કર્મ પોકસો, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં રહેતી 23 વર્ષીય યુવતી એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં તેણે આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં મોરબી બાયપાસ રોડ પર સુંદર સીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને પીજીવીસીએલમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવનાર અંકિત હરકિશનભાઈ અગ્રાવત સામે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે આઇપીસી ની કલમ 376(2),(એન), પોકસો એક્ટ અને એડ્રેસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. 23 વર્ષીય આ યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,છ વર્ષ પૂર્વે તેણી સગીરવયની હતી ત્યારે તેની શેરીમાં રહેતા આરોપી અંકિત સાથે પરિચય થયો હતો.બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ થતાં બંને એકબીજાને અવારનવાર મળતા હતા. દરમિયાન ઓક્ટોબર 2017 માં જામનગર રોડ પર આવેલી ટીજીએમ હોટલમાં બપોરના સમયે જમવા ગયા હતા જ્યાં અંકિતે રૂમ ભાડે રાખ્યો હતો જમીને બંને રૂમમાં જતા અંકિતે ફરિયાદીને શરીર સંબંધ બાંધવાનું કહેતા ફરિયાદીએ ના પાડી હતી જેથી અંકિતે કહ્યું હતું કે, આપણે લગ્ન કરવાના છે તેમ કહી ના પાડવા છતાં શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ અંકિત ફરિયાદીને બહારગામ ફરવા માટે માઉન્ટ આબુ, મુંબઈ, જુનાગઢ વગેરે સ્થળો લઈ જતો ત્યારે શરીર સંબંધ બાંધતો હતો. સગીરા ઇનકાર કરે અને લગ્ન કરવાનું કહે તો કહે તો કે આપણે લગ્ન કરી લેશું તો ચિંતા ન કર. ત્યારબાદ ગત તા.9/4/2021 ના રોજ ફરિયાદીએ પોતાનું ઘર છોડી અંકિત સાથે મોરબી રોડ પર રહેવા ચાલી ગઈ હતી બંને મૈત્રી કરાર પણ કર્યો હતો આ દરમિયાન પણ અંકિતે મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. અને લગ્ન કરવાનું કહેતા તે કોઈને કોઈ બહાના આપી દેતો હતો. દસેક દિવસ પૂર્વે યુવતીની તબિયત ખરાબ હોય છતાં અંકિત તેને મૂકીને જતો રહ્યો હતો આ દરમિયાન યુવતીના કાકા અહીં ખબર પૂછવા આવતા અંકિત મૂકીને જતો રહ્યો હોવાનું કહેતા અને લગ્ન કરવાની ના પાડે છે તેવું જણાવતા આ અંકિતને ફોન કરતા અંકિતે તેને પણ મારે લગ્ન કરવા નથી તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું જેથી યુવતીને તેના માતા પિતાના ઘરે લઈ ગયા હતા.

દરમિયાન ગઈકાલ સવારના દસેક વાગ્યે આસપાસ ફરિયાદીએ અંકિત ને ફોન કરી સામાન આપી દે તેમ કહેતા અંકિત બપોરના ઘરે આવ્યો હતો તે સમયે ફરી યુવતીએ લગ્નનું કહેતા અંકિતે કહ્યું હતું કે,તું વાલ્મીકિ સમાજની હોય તારી સાથે લગ્ન કરવા નથી તેમ કહી લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. અંકિતની આ વાતથી યુવતીને લાગી આવ્યું હતું અને તેણે એસિડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.  આ મામલે યુવતીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ડેપ્યુટી ઇજનેર અંકિત હરકિશનભાઈ અગ્રાવત સામે ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ એસીપી ભાર્ગવ પંડ્યા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application