શિયાળે કેબલ કામગીરી કરે નહીં હવે આ જાડી ચામડીના અધિકારીઓને આ કામગીરી મહત્વની લાગી

  • March 31, 2025 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીજીવીસીએલના અધિકારીઓના પાપે વડિયા લોકો ભરઉનાળે એમવીસીસી કેબલ નામે તડપવા મજબૂર
શિયાળે કેબલ કામગીરી કરે નહીં હવે આ જાડી ચામડીના અધિકારીઓને આ કામગીરી મહત્વની લાગી
પીજીવીસીએલના કર્મચારીઓ પણ ભરબપોરે જીવના જોખમે પોલ પર કામ કરી રહ્યા છે આ તે કેવું તંત્ર!આજકાલ પ્રતિનિધિ
વડિયા
સમગ્ર રાયમાં હાલ સરકાર દ્રારા વીજ પાવરનો વેડફાટ ઘટાડવા અને સુરક્ષિતતા વધારવા માટે એમવીસીસી કેબલથી વીજ પ્રવાહ આપવાની યોજના અમલ માં મુકવામાં આવી છે જે પીજીવીસીએલના તત્રં માટે આવતા લાઈન લોશ અને વીજ ફોલ્ટ ઘટાડવા ખુબ ઉપયોગી છે. ગત ચોમાસા પછી તેની શવાત વડિયા પટેલ વાડી સ્થિત કાર્યક્રમ યોજી સ્થાનિક ધારાસભ્ય દ્રારા કરવામાં આવી હતી. આ કામગીરી ઉનાળા પેહલા વહેલી તકે પૂર્ણ કરવા તત્કાલીન અધિકારીઓને સ્થાનિક નેતાઓ દ્રારા જણાવાયું હતુ પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓએ કોઈ આયોજન વગર શિયાળા માં દર રવિવારે સવાર થી બપોરબાદ સુધી કરવામાં આવતી કામગીરી અનેક રવિવાર બધં રાખવામા આવતા હવે ભર ઉનાળે બળ બળતા તાપ માં કર્મચારીઓને શેકાવાનો વારો આવ્યો છે તો ભર ઉનાળે લોકો સવારથી બપોરે બાદ સુધીના વીજકાપથી લોકો પણ ગરમીમાં તડપતા જોવા મળી રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ લસરાની સીઝન માં લાગતા વળગતા બે પાંચ લોકોના પ્રસંગોને સાચવવા માટે ત્યારે વીજકાપ ટાળી ને વીજ તંત્રના અધિકારીઓએ કેબલિંગ કામગીરી કરવામાં ઢીલી નીતિ દાખવી જે ચોમાસા પેહલા પૂર્ણ કરવી જરી હોવાથી હવે ભર ઉનાળે કરી રહ્યા છે ત્યાંરે આ જાડી ચામડીના અધિકારીઓ આ કામગીરી લોકોને ભર બપોરે શેકવાના બદલે સવારે ૭ થી બપોરે ૧૧ સુધી કામગીરી નુ આયોજન કરે તો લોકો અને કામ કરતા કર્મચારીઓને પણ બપોરની ગરમીમાંથી રાહત મળી શકે તેમ છે. ત્યારે હાલ આ કામગીરી વહેલી સવારથી બપોર સુધી કરવામાં આવે સાથે જે એરિયા માં કામગીરી થાય તે એરિયામાં જ વીજકાપ આપવામાં આવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે સાથે આ બાબતે સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ પણ ગરમી માં તડપતા હોય તો જાગે અને આ અધિકારીઓને જગાડે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.હવે જોવાનું એ રહ્યું કે આ પીજીવીસીએલ ના જાડી ચામડીના અધિકારીઓને લોકોની પીડા સમજાય છે કે પછી દર રવિવારે બપોરે ના ૪૫ડિગ્રી તાપમાન માં લોકોને તડપાવવા નો વારો આવે છે તેતો આવનારો સમય જ બતાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application