પીએફના પૈસા એટીએમમાંથી ઉપાડી શકાશે ઈપીએફઓના કરોડો સભ્યોને ફાયદો થશે
સરકાર ટૂંક સમયમાં ઈપીએફઓ ૩.૦ લોન્ચ કરી શકે છે. આ પછી પીએફ સંબંધિત ઘણી સુવિધાઓમાં સુધારો થશે. થોડા સમય પહેલા એવું માનવામાં આવતું હતું કે પીએફના પૈસા એટીએમ દ્રારા નીકળી શકશે નહી . હવે શ્રમ સચિવે આ અંગે અપડેટ આપી છે. તેમણે કહ્યું કે આઈટી સિસ્ટમમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તેના અમલીકરણ પછી ઘણા મોટા ફેરફારો થશે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફડં ઓર્ગેનાઈઝેશન ટૂંક સમયમાં ઈપીએફઓ ૩.૦ લોન્ચ કરી શકે છે. આ પછીઈપીએફઓ નિયમોમાં આમૂલ ફેરફાર થશે. આ ફેરફારથી ઈપીએફઓના કરોડો સભ્યોને ફાયદો થશે.
થોડા સમય પહેલા મીડિયા રિપોટર્સ અનુસાર, સરકાર એટીએમ દ્રારા પીએફ ઉપાડવાની સુવિધા માટે કામ કરી રહી છે. હવે આ અંગે એક નવું અપડેટ આવ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના શ્રમ સચિવ સુમિતા ડાવરાએ જાહેરાત કરી છે કે સરકાર કર્મચારીઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે આઈટી સિસ્ટમમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે.
સુમિતા ડાવરાએ એમ પણ કહ્યું કે એવી આશા રાખી શકાય છે કે વર્ષ ૨૦૨૫થી ઈપીએફઓ સભ્યોને એટીએમ દ્રારા પીએફના પૈસા ઉપાડવાની સુવિધા મળશે. સરકાર આ માટે કામ કરી રહી છે. ઈપીએફઓની સારી સેવા અંગે તેમણે કહ્યું કે અમે આઈટી સિસ્ટમમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ પહેલા પણ ઈપીએફઓ ની સેવામાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાઓમાં ઝડપી દાવાઓ અને સ્વ–દાવાઓનો સમાવેશ થાય છે
ઈપીએફઓ અધતન ટેકનોલોજી અપનાવશે
સુમિતા ડાવરાએ આપેલી માહિતી અનુસાર, સરકાર પીએફમાંથી બિનજરી પ્રક્રિયાઓ દૂર કરી રહી છે. ઈપીએફઓ બેંકિંગ સિસ્ટમ જેવું જ ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવાનો શ્રે પ્રયાસ કરી રહ્યું છે. તેમણે આશા વ્યકત કરી છે કે જાન્યુઆરી ૨૦૨૫થી પીએફ સિસ્ટમમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સિવાય ઈપીએફઓ સિસ્ટમમાં ઘણા વધુ એડવાન્સ ઇમ્પ્રૂવમેન્ટસ જોવા મળશે.
ઈપીએફઓના ઉપાડનો નિયમ શું છે
– ઈપીએફઓના નિયમો મુજબ સભ્યો કામ કરતી વખતે તેમની સંપૂર્ણ રકમ ઉપાડી શકતા નથી.
– જો કોઈ વ્યકિત એક મહિના માટે બેરોજગાર હોય તો તે ૭૫ ટકા ઉપાડી શકે છે.
– જો તમે બે મહિનાથી બેરોજગાર છો, તો તમે પીએફ ફંડમાંથી આખા પૈસા ઉપાડી શકો છો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech