પૂ.રમેશભાઈ ઓઝાની સપ્તાહ સર્વધર્મ-સર્વ સમાજની બની રહેશ

  • December 26, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ તા.17થી 24 જાન્યુઆરીના યોજાઈ રહેલી ભાગવત સપ્તાહના આયોજનમાં રાજકોટમાં વસતા તમામ સમાજ-જ્ઞાતીના લોકોએ સહયોગ અને સહકારની ખાતરી આપી છે. કથાના આ મંગલ કાર્યમાં તમામ સમાજ વિવિધ જ્ઞાતીઓ જોડાશે. આ અંગે તમામ જ્ઞાતીના અગ્રણીઓની મીટીંગ મળી હતી. જેમાં કથા આયોજનમાં તન,મનથી સહયોગ આપવાની ખાતરી જ્ઞાતી વતી આગેવાનોએ આપી હતી. આ કથા અઢારેય વર્ણ ની કથા બની રહેશે .
ભાગવત કથા રાજકોટના આંગણે તા.17 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહી છે. રાજકોટ-સૌરાષ્ટ્ર માટે એક અનેરો અવસર જયારે આકાર લઇ રહ્યો છે ત્યારે તમામ સમાજ અને વર્ગને એના આયોજનમાં જોડવાનો પ્રયાસ કથા આયોજન સમિતિએ કર્યો છે. રાજકોટના વિવિધ સમાજના અગ્રણીઓની મળેલી બેઠકમાં સવર્નિુમતે સૌ કોઈએ આ વિરાટ આયોજનને પોતાનું ગણીને કામે લાગી જવા નિધર્રિ વ્યક્ત કર્યો હતો.
મળેલી મીટીંગમાં ધારાસભ્ય  રમેશભાઈ ટીલાળા તથા  દર્શીતાબેન શાહએ સહકાર આપવાની લાગણી દશર્વિી હતી. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તથા પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી(લોહાણા સમાજ), મહામંત્રી  અશ્વિનભાઈ મોલિયા (લેવા પટેલ સમાજ), મહામંત્રી  વિરેન્દ્રસિંહ ઝાલા તથા  માધવભાઈ દવે(બ્રહ્મ સમાજ) ઉપસ્થિત રહ્યા હતા.

મિટિંગમાં ઉપસ્થિત પરમાત્માનંદ સ્વામીએ દશર્વ્યિું હતું કે  રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા આયોજિત થઇ રહેલ ભાગવત સપ્તાહના આ દિવ્ય અને ભવ્ય કાર્યને એક અવસર બનાવી આપણે સૌ એ ઉત્સાહભેર વધાવવાનું છે અને કથાના દીવસો ભાવ સભર અને અત્યંત આનંદદાયક બની રહે એમ સંપૂર્ણ રીતે સહભાગી થઈને કાર્ય કરવાની લાગણી વ્યક્ત કરી હતી 22 જાન્યુઆરીના અયોધ્યામાં થઇ રહેલા  રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠ ા મહોત્સવ નો મહીમા સમજાવી તે અંગે માહિતી આપેલ હતી અને પ્રત્યેકને પ્રાણ પ્રતિષ્ઠ ા સમયે પોતાના ઘરે રંગોળી-દીવા કરી એક અવસર સ્વરૂપે ઉજવવા દશર્વ્યિું હતું તેમ જ આશીર્વચન આપ્યા હતા. લોહાણા સમાજ વતી મનીષભાઈ રાડીયા, કાશ્મીરાબેન નથવાણી, ડો. નિશાંત ચોટાઈ,  વિક્રમભાઈ પુજારા, મયંકભાઈ પાઉં, પ્રતાપભાઈ કોટક,  જનકભાઈ કોટક તથા  હશુભાઈ ભગદે સહીત અન્ય જ્ઞાતિ સભ્યો એ આ આયોજનમાં સમાજના પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

આહીર સમાજ વતી  વિરાભાઈ હુંબલ, લાભભાઈ ખીમાણી,  ઘનશ્યામભાઈ હેરભા, શૈલેશભાઈ ડાંગર અને અન્ય આગેવાન સભ્યોએ હાજર રહી ભાગવત સપ્તાહના કાર્યમાં આહીર સમાજ પણ સહયોગ આપે એમ દશર્વ્યિું હતું. એસોશિયેશનના પરેશભાઈ ગજેરા(લેવા પટેલ સમાજ) પણ ખુશી વ્યક્ત કરીને સહયોગની ખાતરી આપી હતી. આ ઉપરાંત બ્રહ્મ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં  જીતુભાઈ મહેતા, દર્શીતભાઈ જાની, મનીષભાઈ મદેકા, રામજીભાઈ સિયાણી, અજયભાઈ મોકરીયા,  શૈલેશભાઈ જાની,  પરેશભાઈ ઠાકર, નલીનભાઈ જોશી, મનીષભાઈ ભટ્ટ, ડો.નવલકુમાર શીલુ તથા સ્ટેન્ડિંગ ચેરમેન  જૈમિનભાઈ ઠાકર(બ્રહ્મ સમાજ) એ પણ સમાજના સહયોગની ખાતરી આપેલ હતી. સોની સમાજના પ્રતિનિધિ  અરવિંદભાઈ પાટડીયા અને અગ્રવાલ સમાજના અગ્રણી  પી.ડી અગ્રાવત દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન પહેલા થી કામે લાગી જવાની વાત કરી હતી.

શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત મળેલી મીટીંગ માં પૂર્વ ધારાસભ્ય  ગોવીંદભાઈ પટેલ તથા લાખાભાઈ સાગઠયા અને કડવા પટેલ સમાજના અગ્રણીઓ એવા  અરવિંદભાઈ પટેલ તથા  કિશનભાઈ ટીલવા હાજર રહ્યા હતા અને સપ્તાહના આયોજનનો બહોળો પ્રચાર થાય એ માટે વ્યવસ્થા કરશે એવી ખાતરી એમણે આપી હતી. રજપૂત સમાજના અગ્રણીઓમાં  ચંદુભાઈ પરમાર, સંદીપભાઈ ડોડીયા, જયપાલભાઈ રાઠોડ, અરુણભાઈ સોલંકી તથા કોર્પોરેશનના પૂર્વ અધિકારી  હેરમાએ પોતાની ઉપસ્થિતિ દશર્વિી હતી અને રજપૂત સમજ દ્વારા સંપૂર્ણ રીતે સહભાગી થવા ઈચ્છા વ્યક્ત કરેલ હતી. આ સિવાય રાવળ સમાજના આગેવાનો  ગોપાલભાઈ બોરાળા તેમના મિત્રો સાથે હાજર રહીને સપ્તાહના મંગલ કાર્યમાં સહભાગી થવા ખાતરી આપેલ હતી. લોધા સમાજના  દિલીપભાઈ લોધા પણ આ કાર્યમાં સામેલ થયા હતા અને સપ્તાહમાં તમામ પ્રકારે સેવા આપવા ઉપસ્થિત રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. કાઠી સમાજ વતી  દશરથભાઈ વાળા તથા  ઉમેદભાઈ બસિયા ઉપસ્થિત રહ્યા હતા. કંસારા સમાજ અગ્રણી અને સરગમ ક્લબ પ્રમુખ એવા  ગુણવંતભાઈ ડેલાવાળા તથા મેયર નયનાબેન પેઢડીયા ઉપરાંત કોર્પોરેટર  જયબેન ચાવડા, રસીલાબેન સાકરીયા, રુચીતાબેન જોશી પણ હાજર હતા અને મોઢ વણિક સમાજના અગ્રણીઓ જયેશ ભાઈ ધ્રુવ, શૈલેશભાઈ શાહ તથા ક્ષત્રીય સમાજના અગ્રણી સુરેન્દ્રસિંહ વાળા તથા  ભરતસિંહ જાડેજા અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓમાં  મોહનભાઈ વાડોલીયા તથા અન્ય આગેવાનોએ હાજરી આપી હતી.
સતવારા સમાજ અગ્રણીઓ મનજીભાઈ,શાંતિલાલભાઈ, કાનાભાઈ ખાનધરએ ઉપસ્થિત રહી ભાગવત સપ્તાહના આ સામાજિક સંકલ્પ્ને સંપૂર્ણ સાથ આપેલ હતો. નાગર સમાજના અગ્રણીઓમાં ડો.હેમાંગ વસાવડા,  ઓજસભાઈ માંકડ, વિપુલભાઈ પોટાએ હાજરી આપી હતી અને પંચનાથ મહાદેવ ટ્રસ્ટના સેક્રેટરી  મયુરભાઈ શાહ તથા ચંદ્રકાંત ભાઈ શેઠ ઉપસ્થિત રહી આ અદભુત કાર્યને બિરદાવ્યું હતું.

વાલ્મિકી સમાજ વતી  હીરાભાઈ ખાવરી તથા  મહેશભાઈ અઘેરા ઉપસ્થિત રહ્યા હતા અને સપ્તાના કાર્ય સંદર્ભે સહકાર આપ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર વાઇસ ચાંસીલર  વિજયભાઈ દેસાણી અને સિન્ડિકેટ સભ્ય ડો.ભરતભાઈ રામાનુજ સમાજના અગ્રણીઓ  યુસુફભાઈ જુણેજા, આશિષભાઈ સલોત, હારુનભાઈ શાહમદાર તથા યુસુફભાઈ જોહર કાર્ડ વાળા, જોહરભાઈ કપાસી, સાકીરભાઇ હારમનએ સહકાર આપવા ખાતરી આપી હતી. શ્રીમદ ભાગવત સપ્તાહના યજમાન રામભાઈ મોકરીયાએ આમંત્રિત સૌ મહેમાન આગેવાનોને  નિમંત્રણ પાઠવેલ હતું તેમ જ રામભાઈ મોકરીયાએ કથાના અદભુત આયોજન વિષે જાણકારી આપી હતી તેમ જ કથામાં રજુ થવાના સંસ્કૃતિક કાર્યક્રમો અને કથા દરમિયાન આયોજિત ધાર્મિક પ્રસંગો ની માહિતી આપી તેમ જ દરેક અવસરમાં હાજરી આપવા માટે નિમંત્રણ પાઠવેલ હતું. પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં મશીનરી તેમ જ જ્યુએનાલ ડાયાબીટીસ ફાઉન્ડેશન ટ્રસ્ટના બાળકોની સારવાર અને સેવાના પ્રકલ્પ્ને ઉમળકાથી વધાવ્યો અને બિરદાવ્યો હતો. રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા બે સત્કાર્ય માટે સપ્તાહ થતી હોય, પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન જેવી બીજી અનેક મશીનરીની સગવડતા પૂરી પાડવા માટે અને જ્યુએનાલ ડાયાબીટીશ ફાઉન્ડેશનના બાળકોના સારવારના લાભાર્થે આવડો મોટો સામાજિક સંકલ્પ કરેલ હોય અને એ જ્યુએનાલ હોસ્પીટલમાં બાળકોની સારવાર નિરંતર થવાની હોય એવા પ્રોજેક્ટ માટે કથા થતી હોય તો એમાં સહયોગ આપવો એ એક લહાવો હોય એવો સુર બધાએ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ ભગવત કાર્ય સમગ્ર રાજકોટનું છે  સમાજ-જ્ઞાતીના પ્રતિનિધિ તરીકે એ આયોજનમાં પહેલેથી છેલ્લ ે સુધી સાથે જ છીએ. મદ ભાગવત સપ્તાહના યજમાન  રામભાઈ મોકરીયાએ આભાર માન્યો હતો અને ઉપસ્થિત સૌ આગેવાન મહેમાનોએ સાથે પ્રસાદ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application