હવે ઓયો પરિણીત યુગલોને જ હોટેલના મમાં ચેક-ઈન કરવા દેશે

  • January 06, 2025 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોટેલ બુકિંગ કંપ્ની ઓયોએ ભાગીદાર હોટલો માટે નવો ચેક-ઈન નિયમ લાગુ કર્યો છે. આ નવી ગાઈડલાઈન અનુસાર, અપરિણીત યુગલોને હવે ઓયો હોટલમાં ચેક-ઈન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિયમ સૌપ્રથમ મેરઠમાં લાગુ કરવામાં આવ્યો છે અને 2025થી તેનું પાલન કરવામાં આવશે.
નવા નિયમ મુજબ, હવે તમામ યુગલોએ ઓયો પર ચેક-ઇન સમયે એક માન્ય સંબંધ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, પછી ભલે તેમનું બુકિંગ ઓનલાઈન હોય કે ઓફલાઈન. ઓયોએ તેની ભાગીદાર હોટલોને સ્થાનિક સામાજિક ધોરણોના આધારે યુગલો માટે બુકિંગ નકારવાનો અધિકાર આપ્યો છે. ઓયોનું કહેવું છે કે આ નિર્ણય સામાજિક સંવેદનશીલતા અને સ્થાનિક કાયદાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, ઓયોએ તેની ભાગીદાર હોટલોને મેરઠમાં તાત્કાલિક અસરથી આ નિયમ લાગુ કરવા સૂચના આપી છે. કંપ્નીનું કહેવું છે કે આ નિયમની અસર અને ફીડબેકના આધારે તેને અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે.
કંપ્નીનું કહેવું છે કે મેરઠ અને કેટલાક અન્ય શહેરોના નાગરિક જૂથો અને સ્થાનિક રહેવાસીઓએ અવિવાહિત યુગલોને ચેક-ઇન કરવાથી રોકવા માટે ઓયોની માંગણી કરી હતી. આ જૂથોએ ઓયોને સમાજના મૂલ્યોને અનુરૂપ નીતિ ગણાવીને આ દિશામાં પગલાં લેવા વિનંતી કરી હતી, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓયો નોર્થ ઈન્ડિયાના રિજન હેડ પવન શમર્એિ કહ્યું, ઓયો સુરક્ષિત અને જવાબદાર હોસ્પિટાલિટી જાળવવા માટે જાણીતું છે. અમે વ્યક્તિગત સ્વતંત્રતાઓનો આદર કરીએ છીએ, પરંતુ સ્થાનિક કાયદાઓ અને સમાજના મંતવ્યો સાથે કામ કરવાની અમારી પણ જવાબદારી છે. શમર્એિ એમ પણ કહ્યું કે કંપ્ની સમય સમય પર આ નિયમની સમીક્ષા કરશે.
ઓયોએ જણાવ્યું હતું કે આ નવો નિયમ બ્રાન્ડને પરિવારો, વિદ્યાર્થીઓ, વેપારી પ્રવાસીઓ, ધાર્મિક પ્રવાસીઓ અને એકલ પ્રવાસીઓ માટે સલામત અને વિશ્વસનીય વિકલ્પ તરીકે સ્થાન આપવાના તેના વિઝનનો એક ભાગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News