ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં દેવભુમી દ્વારકા, જામનગર, કચ્છ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ, ભરૂચ, નર્મદા સુરત, તાપીમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 જૂનના આ જીલ્લામાં પડી શકે છે વરસાદ
રાજ્યમાં આગામી અઠવાડિયામાં સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાત ,તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોના વરસાદના પૂર્વાનુંમાન અંગે જણાવ્યું હતું કે 17 તારીખના રોજ સૌરાષ્ટ્ર કચ્છના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ તેમજ મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, અમદાવાદ, વડોદરા, ભરૂચ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે.
18 જૂનના આ જીલ્લામાં પડી શકે છે વરસાદ
18 તારીખના રોજ પણ જૂનાગઢ, બોટાદ, અમરેલીમાં વરસાદની મધ્યમ ઝાપટાની શકયતા છે. આજે ગુજરાતના 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ પોરબંદરમાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ ગાંધીનગર અને અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ઓફિસે મોડા આવવા પર 200 રૂપિયાનો દંડ', બોસને જ ભારે પડ્યો પોતાનો નિયમ !
June 26, 2024 08:48 PMજામનગરમાં સાધના કોલોની બીજા ગેટ પાસે ફરસાણની દુકાનમાં લાગી આગ
June 26, 2024 07:26 PMજામનગર મહાનગરમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
June 26, 2024 06:15 PMજામનગર: નવ વર્ષના બાળકના મોત અંગે DYSPએ વિગતો આપી
June 26, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech