મહામારી બાદથી સરેરાશ દૈનિક યૂપીઆઈ ટ્રાન્ઝેકશનમાં ૮ ગણાથી ઉપરનો વધારો

  • October 03, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નાણાં બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાની પ્રણાલીમાં યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ (યૂપીઆઈ)થી દરરોજ ટ્રાન્ઝેકશનમાં કોવિડ મહામારીના વર્ષથી અત્યાર સુધીમાં ૮ ગણાથી વધુ વધારો થયો છે. ટ્રાન્ઝેકશનની સંખ્યા સપ્ટેમ્બર ૨૦૨૦માં માત્ર ૬ કરોડ પ્રતિદિન હતી, જે સપ્ટેમ્બર ૨૦૨૪માં વધીને અડધા અબજ પ્રતિ દિવસ થઈ ગઈ છે.
નેશનલ પેમેન્ટસ કોર્પેારેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) ના ડેટા અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧૫.૦૪ અબજથી વધુ વ્યવહારો થયા હતા, જેની કુલ કિંમત ૨૦.૬૪ લાખ કરોડ પિયા હતી. યુપીઆઈ દ્રારા વ્યવહારોની સંખ્યામાં વાર્ષિક ધોરણે ૪૨ ટકાનો વધારો થયો છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં ૧૦.૫૫ અબજ નોંધાયો હતો. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ ટ્રાન્ઝેકશનનું કુલ મૂલ્ય ૧૫.૭૯ લાખ કરોડ પિયા હતું.
સપ્ટેમ્બર ૨૦૨૩માં દૈનિક વ્યવહારોની સરેરાશ સંખ્યા ૩૫.૧૮૫ કરોડ હતી. જો કે, યુપીઆઈની સ્વીકૃતિમાં તીવ્ર વધારો થયો છે, યારે પેમેન્ટ સિસ્ટમમાં જોડાનાર બેંકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં, ૬૦૮ બેંકો લાઇવ હતી, જે સપ્ટેમ્બર ૨૦૨૦ની ૧૭૪ બેંકોની સંખ્યા કરતા લગભગ ૩.૫ ગણી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application