સૂચિત જંત્રી દરના વિરોધમાં ૩૫૦થી વધુ બાંધકામ સાઇટ રહી સજજડ બંધ

  • December 10, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય સરકાર દ્રારા સૂચિત જંત્રીમાં ભાવ વધારો કરતા રાયભરમાં વિરોધ શ થયો છે. જૂનાગઢમાં બિલ્ડરો દ્રારા ૩૫૦ થી વધુ બાંધકામ સાઈટ પર કામકાજ બધં રાખવામાં આવ્યું હતું.અને ક્રેડાઈ એન્જિનિયરિંગ એસોસિએશન અને પ્રોપર્ટી ડીલર એસોસિએશન દ્રારા મૌન રેલી યોજી જિલ્લ ા કલેકટર અનિલ રાણા વસ્યા અને કમિશનર ડો ઓમ પ્રકાશને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જંત્રીમાં ભાવ વધારાથી સામાન્ય માણસને ઘરનું ઘર લેવાનું સપનું  રોળાશે, બાંધકામ ઉધોગ મંદીના ભરડામાં જશે જેથી રેવન્યુ આવકમાં પણ ઘટાડો થશે. જેથી સુચિત જંત્રી દર નાબૂદ કરવા માંગ કરી હતી.
જંત્રીમાં સરકાર દ્રારા કમર તોડ ભાવ વધારો કરતા સામાન્ય પ્રજાથી લઇ અનેક ક્ષેત્રમા મુશ્કેલી સર્જાઈ છે.નવા દરના કારણે રીયલ એસ્ટેટમાં ૫૦ ટકાથી વધુ ભાવ વધારો આવશે જેથી સામાન્ય પ્રજાને નવા મકાન લેવાની મુશ્કેલી થશે.બાંધકામ ઉધોગ પણ મંદીમાં સપડાશે. જંત્રી દર પરત ખેંચવાની માંગ સાથે ગઈકાલે જૂનાગઢમાં બિલ્ડરો દ્રારા ૩૫૦ થી વધુ બાંધકામ સાઈટ પર કામકાજ બધં રાખવામાં આવ્યું હતું. આવેદનપત્ર અંગે જૂનાગઢ ક્રેડાઈના ચેરમેન અને નોબલ બિલ્ડર્સના નિલેશભાઈ ધુલેશિયાના જણાવ્યા મુજબ નવા જંત્રીના કારણે બિલ્ડર ને તો અસર થશે જેની સૌથી મોટી અસર સામાન્ય પ્રજાને થશે પ્રોપર્ટી દરમાં વધારો થશે જેથી  ઈન્કમટેકસ અને જીએસટી ક્ષેત્રને અસર થશે.મકાનના ભાવ ૫૦ ટકા વધારો આવશે જેથી લોકોને નવું મકાન ખરીદવા મુશ્કેલી થશે અને બાંધકામ ઉધોગ મંદિમાં સપડાશે.એક સાથે ભાવ વધારો કરવાના બદલે દર વર્ષે છ થી આઠ ટકાનો વધારો કરવા રજૂઆત કરવામાં આવી હતી. સૂચિત જંત્રી દરમાં વધારો મંજૂર ન હોવાનું જણાવી જંત્રીને નાબૂદ કરવા માંગ કરી હતી.
જૂનાગઢમાં બિલ્ડરો દ્રારા ૩૫૦થી બાંધકામ સાઈટ પર કામકાજ બધં રાખવામાં આવ્યું હતું. સવારે જૂનાગઢ ક્રેડાઈ, એન્જિનિયર એસોસિએશન અને પ્રોપર્ટી ડીલરો દ્રારા મૌન રેલી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લ ા કલેકટરને જંત્રી થી થતી મુશ્કેલી જણાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે ક્રેડાઈના ચેરમેન નિલેશભાઈ ધુલેશિયા, પ્રમુખ પુનિતભાઈ શર્મા, સિવિલ એન્જિનિયરિંગ એસોસિએશનના વિનુભાઈ અમીપરા, પ્રમુખ પુનિતભાઈ શર્મા, પ્રોપર્ટી ડીલર એસોસિએશનના ત્રિવેદી, અગ્રણી બિલ્ડર બીપીનભાઈ શિંગાળા, ચેતનભાઇ ફળદુ, કેતનભાઇ રાજપરા, આશિષભાઈ કારીયા સહિત મોટી સંખ્યામાં બિલ્ડરો અને પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ના સભ્યો અને એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા.તમામ સભ્યોએ એક સાથે જંત્રી દર નાબૂદ કરવાની માંગ કરી હતી

બિલ્ડરોને બાંધકામ સંદર્ભે થતી મુશ્કેલી અંગે રજૂઆત

બાંધકામ સંદર્ભે પણ બિલ્ડરોને હાલ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નિલેશભાઈ ધુલેશિયા એ કલેકટરને જણાવ્યા મુજબ સીટી સર્વેમાં માપણી થતી નથી, કર્મચારીઓના અભાવે પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી, ડીએલઆર માપણી સીટ મળતી નથી, બિનખેતી અંગે એનઓસી મળતી નથી, બાંધકામ શ થયા પહેલા હાઉસ ટેકસના બિલો મળે છે.બાંધકામ મામલે બિલ્ડરોને થતી અગવડતા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી.

ટીપી સ્કીમ ખેતીની જમીન બાંધકામ પ્લાન સહિતના મુદ્દે કમિશનરને રજૂઆત
સૂચિત જંત્રી દર મા ભાવ વધારા મામલે કલેકટર ઉપરાંત કમિશનર ડો ઓમ પ્રકાશને પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં બિલ્ડરો દ્રારા કોર્પેારેશનમાં જુડા ને લગતી મંજૂરી અંગે, ફાયર એનઓસી, બિન ખેતીની જમીન પ્રમાણિત કરવા, ટીપી સ્કીમની અમલવારી, આ ઉપરાંત હજુ તો બાંધકામ શ થયા પહેલા હાઉસ ટેકસ લેવામાં આવે છે, ઇમ્પેકટ પ્લાન મંજૂર નથી સહિતના અનેક મુદ્દે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application