ઉત્કર્ષનું NEETનું ઉત્કૃષ્ઠ રિઝલ્ટ

  • June 20, 2023 12:43 PM 

JEE અને બોર્ડના રિઝલ્ટની જેમ NEETમાં પણ ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ છવાઈ ગયા છે. ઉત્કર્ષ સ્કૂલની વિદ્યાર્થીની રાજા કાવ્યાએ ઓલ ઇન્ડિયા રેન્ક 101 પ્રાપ્ત કર્યો છે. રાજા કાવ્યાએ 720માંથી 683 માર્કસ મેળવી નામ રોશન કર્યું છે. કાવ્યાના પિતા શિક્ષક છે અને તેમની પાસેથી જ પ્રેરણા મેળવી આજે આ સિદ્ધિ હાંસલ કરી છે. 

આ સિવાય રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા સિનિયર હેડ કોન્સ્ટેબલ રાજેશ શિલુના પુત્ર જૈમિન શિલુએ પણ નીટમાં નેશનલ લેવલે ઝળહળતો દેખાવ કર્યો છે. જૈમિન શિલુએ 720માંથી 655 માર્કસ મેળવી નેશનલ રેન્ક પ્રાપ્ત કરી શાળા અને સાથે જ પરિવારનું ગૌરવ વધાર્યું છે. 

​​​​​​​ઉત્કર્ષ સ્કૂલમાં શ્રેષ્ઠ રિઝલ્ટની પરંપરા ઝળવાઈ રહી છે. NEETના રીઝળતમાં નેશનલ લેવલે રેન્ક મેળવી આ વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application