બોલવામાં આકરી કંગનાએ જયાના વખાણ કર્યા

  • September 18, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કહ્યું રાજ્યસભાના સાંસદ બની જયાજી સંસદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે

હમેશા આકરું જ બોલતી અને પોતાની એક અલગ જ છાપ ઉભી કરનારી કંગના રણૌતે એક કાર્યક્રમ વખતે જયા બચ્ચન પર વાત કરી. કંગનાએ કહ્યું કે તેમને સારૂ લાગે છે કે જયા બચ્ચન સંસદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે.

કંગના રણૌતે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ એક્ટ્રેસ અને રાજ્યસભાના સાંસદ જયા બચ્ચનના વખાણ કર્યા છે. કંગનાએ કહ્યું કે જયા બચ્ચન એ અભિનેત્રી છે જેમણે 70ના દશકમાં મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. આટલું જ નહીં કંગનાએ એમ પણ કહ્યું કે તેને ખૂબ જ સારૂ લાગે છે જ્યારે જયા બચ્ચન જેવી એક્ટ્રેસ સંસદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે.

કંગના રણૌતને જયા બચ્ચનનો ફોટો બતાવવામાં આવ્યો એને તેમને આ ફોટો વિશે સવાલ કરવામાં આવ્યા. એવામાં કંગનાએ જયા બચ્ચનનો ફોટો જોયા બાદ કહ્યું, "જયા બચ્ચન આપણી ઈન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીમાંથી એક છે. ઈમાનદારીથી કહું તો તે ભલે પોતાના ગુસ્સાવાળા સ્વભાવના કારણે જાણીતી છે. પરંતુ તેમણે તે સમય....70ના દશકમાં ગુડ્ડી જેવી ફિલ્મ કરી હતી.

કંગનાએ આગળ કહ્યું, "તેમણે તે સમયે મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. મને લાગે છે કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ગરિમામયી મહિલાઓમાંથી એક છે. જે રીતે તે રાજ્યસભામાં પોતાને રજૂ કરે છે...મને ખૂબ જ સારૂ લાગે છે કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે.
કંગનાએ આગળ કહ્યું, "જયા બચ્ચન તે અભિનેત્રીઓમાંથી એક છે જેમણે પોતાના કામમાં ગરિમા લાવી." તેના બાદ જ્યારે કંગનાને વર્ષ 2020માં થયેલા તેના અને જયા બચ્ચનની વચ્ચેના વાક યુદ્ધ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું, "જો અમે એક બીજાને કંઈ કહીએ છીએ... મને લાગે છે કે તે આપણા વડીલ છે. જો તે કંઈક કહે છે તો તેનું ખોટુ ન માનવું જોઈએ."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application