સંસદભવનમાં થયેલી મહાપુ‚ષ વિષેની અભદ્ર ટીપ્પણી સામે આક્રોશ

  • March 29, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંસદભવનમાં સમાજવાદીપાર્ટીના સાંસદે હિન્દુ મહાપુ‚ષ ઉપર અભદ્ર ટીપ્પણી કરી છે તેની સામે પોરબંદર વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગદળે આક્રોશ સાથે આવેદન પાઠવ્યુ હતુ.
પોરબંદર વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગદળના આગેવાનો દ્વારા કલેકટરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે સંસદભવનમાં સમાજવાદી પાર્ટીના એક સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાપુ‚ષ મહારાણા સાંગા જેણે હજારો વર્ષ સુધી મુગલોને ભારત સામુ જોવા પણ નથી દીધા એવા મહાવીર પરાક્રમી રાજા અને યોધ્ધા વીરો સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી વિવાદિત બયાન આપેલુ છે. જેનાથી સમગ્ર ભારતવર્ષની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને એ કયારેય માફ કરી શકાય નહી. જનો બજરંગદળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ આક્રોશની સાથે વિરોધ પ્રદર્શન કરે છે.બજરંગદળ દ્વારા મહામહીમ રાષ્ટ્રપતિજીની પાસે એકજ માંગ છે કે સાંસદ રામજીલાલ સુમનને એના પદ ઉપરથી હટાવે અને સાથેજ એમના વિવાદિત શબ્દો પાછા લઇ લે અને સમગ્ર ભારતવર્ષની સામે હાથ જોડીને માફી માંગે. આપ દેશના સર્વોચ્ચ પદ પર છો, આપ રાષ્ટ્રપતિને વિનમ્ર નિવેદન છે કે હિન્દુ સમાજને ન્યાય મળે અને રામજીલાલ સુમન ઉપર કડક  કાર્યવાહી થાય એટલે બીજીવાર ભારતવર્ષના રક્ષણ માટે જે- જે મહાપુ‚ષોને વીરાંગનાઓએ બલીદાન દીધુ છે અને વિરોધમાં બોલતા પહેલા સો વાર વિચારે અને અભદ્ર ટીપ્પણી કરવાની કોઇ ચેસ્ટા ન કરે. તે પ્રકારની લાગણી અને માંગણી સાથે પોરબંદરમાં બજરંગદળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદે આવેદનપત્ર પાઠવ્યુ હતુ જેમાં વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application