રાજકારણના ગુનાહિતકરણ અંગે સુપ્રીમ કોર્ટમાં ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. આ દર્શાવે છે કે ૫૪૩ લોકસભા સાંસદોમાંથી ૨૫૧ સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે. તેમાંથી ૧૭૦ પર ૫ કે તેથી વધુ વર્ષની કેદની સજાપાત્ર ગુનાઓનો આરોપ છે. વરિ વકીલ વિજય હંસારિયાએ ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચ સમક્ષ ૮૩ પાનાનો અહેવાલ રજૂ કર્યેા હતો, જે વિવિધ ઉચ્ચ અદાલતોના ડેટાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. આ મુજબ, કેરળના ૨૦ માંથી ૧૯ સાંસદો (૯૫%) સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી ૧૧ ગંભીર કેસ છે.
તેલંગાણાના ૧૭ સાંસદોમાંથી ૧૪ (૮૨%) સાંસદો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. ઓડિશાના ૨૧ માંથી ૧૬ (૭૬%) સાંસદો, ઝારખંડના ૧૪ માંથી ૧૦ (૭૧%) અને તમિલનાડુના ૩૯ માંથી ૨૬ (૬૭%) સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક, આંધ્ર પ્રદેશના લગભગ ૫૦% સાંસદો સામે ફોજદારી કેસ છે. માહિતી અનુસાર, હરિયાણાના ૧૦ અને છત્તીસગઢના ૧૧ સાંસદોમાંથી ફકત એક જ સાંસદ પર ફોજદારી આરોપો લાગ્યા છે. પંજાબના ૧૩ માંથી ૨ સાંસદો, આસામના ૧૪ માંથી ૩ સાંસદો, દિલ્હીના ૭ માંથી ૩ સાંસદો, રાજસ્થાનના ૨૫ માંથી ૪ સાંસદો, ગુજરાતના ૨૫ માંથી ૫ સાંસદો અને મધ્યપ્રદેશના ૨૯ માંથી ૯ સાંસદો ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે.
રાજકારણના ગુનાહિતીકરણ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યકત કરી
સુપ્રીમ કોર્ટે રાજકારણના ગુનાહિતકરણને એક મોટો મુદ્દો ગણાવ્યો છે. કોર્ટે પ્રશ્ન કર્યેા કે ફોજદારી કેસમાં દોષિત ઠર્યા પછી કોઈ વ્યકિત સંસદમાં કેવી રીતે પાછો ફરી શકે છે. તેથી, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બનેલી બેન્ચે આ મુદ્દે ભારતના એટર્ની જનરલ પાસેથી મદદ માંગી. બેન્ચ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્રારા દાખલ કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપી નિકાલ લાવવા ઉપરાંત દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબધં મૂકવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૮ અને ૯ ની બંધારણીય માન્યતાને પડકારવા પર કેન્દ્ર અને ભારતના ચૂંટણી પચં પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech