રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના પ્રાગટયદિન નિમિત્તે અનેકવિધ સેવાકાર્યોનું આયોજન હાથ ધરવામાં આવશે.
સાન્દીપનિ વિદ્યાનિકેતનના પ્રણેતા, પરમ ભાગવતકાર રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પ્રાગટ્યદિન નિમિત્તે વૈશ્ર્વિક બૃહદ સાન્દીપનિ પરિવાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. એ જ ઉપક્રમમાં આ વર્ષે તા.૩૧-૦૮-૨૪, શનિવારના રોજ પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટય દિવસ નિમિત્તે નીચે પ્રમાણેની સેવાકીય પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
ભાવનગરની જાણીતી પી.એન.આર. સોસાયટી ના નિષ્ણાતો દ્વારા એક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ, સાન્દીપનિ વિદ્યાનિકેતન ખાતે યોજવામાં આવેલ છે. લાભાર્થી દિવ્યાંગ ભાઈ બહેનોની શારીરિક તપાસ તારીખ ૨૮/૦૮/૨૪ ના રોજ સાન્દીપનિ વિદ્યાનિકેતન ખાતે કરવામાં આવશે અને તેમાંથી પસંદ થયેલ લાભાર્થીઓને અબાવ ની પ્રોસથેસીસ, બિલોની પ્રોસથેસિસ, બિલો એલ્બો પ્રોસ્થેસીસ, સિંગલ કેલીપર, ની બ્રેસ વિગેરે સાંદીપનિ વિદ્યા નિકેતન ખાતે વર્કશોપમાં તૈયાર કરી તારીખ ૩૧/૦૮/૨૪ પૂજ્ય ભાઈશ્રી ના પ્રાગટ્યદીને લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે.તારીખ ૩૧/૦૮/૨૪ ના રોજ સવારે ૮.૩૦ થી ૯.૩૦ સુધી સાન્દીપનિ શ્રી હરિ મંદિર ખાતે વર્ધાપન પૂજન તેમજ ઓડીટોરીયમમાં ૯.૩૦ થી ૧૦.૩૦ દરમિયાન ૬૮ દીપ પ્રાગટ્ય દ્વારા પૂજ્ય ભાઈશ્રી નો જન્મોત્સવ મનાવવામાં આવશે.તારીખ ૩૧/૦૮/૨૪ ના રોજ સાન્દીપનિ પરિસરમાં કુલ ૧૦૧ વૃક્ષારોપણનું સુચા આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પોરબંદર તાલુકા બ્રાન્ચ ના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનીયર ક્લબ ઓફ પોરબંદર ના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, રાજકોટની જાણીતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગ સાથે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમારના સૌજન્યથી આ દિવસે એક સી.પી.આર. ટ્રેનિંગ પણ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે યોજવામાં આવેલ છે.ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સાન્દીપનિ વિદ્યાનિકેતન તેમજ ડો. વિરમભાઈ ગોઢાણીયા કોલેજ સંકુલ ખાતે યોજવામાં આવેલ છે. જેમાંથી એકત્ર થયેલ બ્લડ ભાવસિંહજી સિવિલ હોસ્પિટલને આપવામાં આવશે.
પાયોનીયર ક્લબ ઓફ પોરબંદર, સાગરપુત્ર સમન્વય અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પોરબંદર તાલુકા બ્રાંચના સંયુક્ત ઉપક્રમે સેવા દિવસ નિમિત્તે પ્રવીણભાઈ ખોરાવાની ઓફીસ, જૂની કોર્ટ પાછળ, મોહનભાઈ લાખાણીની ઓફીસની બાજુમાં, પોરબંદર ખાતે તારીખ ૩૧-૮-૨૦૨૪, શનિવારના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે ૬૮ પરીવારોને અનાજ કીટનુ વિતરણ તેમજ જરીયાતમંદ ૬૮ વિદ્યાર્થીઓને ૫ ફૂલસ્કેપ નોટબુક તથા બોલપેન -૨ નંગ આપવામાં આવશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુદામા મંદિરમાં ઋષિકુમારો દ્વારા સફાઇકામ કરી ગરુદેવનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.
વધુ માહિતી માટે ડો. ભરતભાઈ ગઢવી મો. ૯૭૧૨૨૨૨૦૦૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech