જૂનાગઢથી માધવપુર સુધીની સાઇકલોથોનનું આયોજન

  • November 21, 2024 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરજૂનાગઢથી માધવપુર સુધીની સાઇકલોથોનનું આયોજન કરવામાં આવ્યુ છે.
જૂનાગઢ વોકિંગ કલબ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે તથા યુવાઓ વ્યસનમુકત રહે તેવી જાગૃતિ ફેલાવવાના ઉદેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઇકલોથોન ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૨૨ ડિસેમ્બરને રવિવારના રોજ જૂનાગઢથી માધવપુરની ૧૨૫ કિલોમીટરની સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં જૂનાગઢ જિલ્લાના પોલીસ કર્મચારીઓ ઉપરાંત વિવિધ જિલ્લાઓના સાયકલિસ્ટો, તબીબો સામેલ થશે. જૂનાગઢ વોકીંગ કલબ દ્વારા દર વર્ષે પર્યાવરણ જાગૃતિ અને વ્યસન મુક્તિ માટે સાયકલોથોનનું આયોજન કરે છેેે. વર્ષ ૨૦૨૧માં કોરોના રસીકરણ ઝૂંબેશને મદદ‚પ થવા, વર્ષ ૨૦૨૨માં સેવા પરમો ધર્મના હેતુથી તથા વર્ષ ૨૦૨૩માં પર્યાવરણ બચાવવાના ઉમદા હેતુથી જૂનાગઢથી અનુક્રમે સોમનાથ, દ્વારકા અતે તુલસીશ્યામની સફળ સાયકલોથોન યોજવામાં આવી હતી. આ વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં જૂનાગઢથી માધવપુર સુધી સાયકલ પર સવાર થઇ વ્યસન મુક્તિ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવા  સાયકલીસ્ટો નીકળશે. જૂનાગઢ એસ.પી. જૂનાગઢ સાયકલિંગ કલબ, જૂનાગઢ રાઇડર્સ, રાજકોટ સાયકલ કલબ, જામનગથી ફ્રી  વિહલર્સની ટીમ અને જૂનાગઢ જિલ્લાના પોલીસકર્મીઓ પણ જોડાશે. અમદાવાદ, વડોદરા, જામનગર જેવા શહેરોમાંથી અત્યાર સુધીમાં ૨૦૦ જેટલા સાયકલિસ્ટ રજિસ્ટ્રેશન કરાવી ચૂકયા છેે  તા. ૨૫ નવેમ્બર સુધીમાં પર્યાવરણપ્રેમીઓ ઓનલાઇન લીંક મારફત રજિસ્ટ્રેશન કરાવી શકશે. સાયકલોથોનના આયોજન માટે કલ્પેશભાઇ હીંડોચા અને તબીબોની ટીમ દ્વારા તૈયારી કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News