દ્વારકા જિલ્લામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન

  • December 11, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા તા. ૧૫ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન જુદા જુદા તાલુકાઓમાં તાલુકા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં તા. ૧૪ તથા ૧૫ ના ખંભાળિયાની તાલુકા કક્ષાની સ્પર્ધા અહીંની આર.એન. વારોતરીયા ક્ધયા વિદ્યાલયના કન્વિનર વજસીભાઈ ગોજીયા, અને સહ કન્વિનર ભીમસીભાઈ ગોજીયા, ભાણવડમાં તા. ૧૫- ૧૬ ના રોજ બી.આર.સી.ભવન ખાતે કન્વિનર નિલેશભાઈ ગાગલીયા, કલ્યાણપુરમાં તા. ૧૬ અને ૧૭ ના રોજ ભાટિયાની એલ.એન.પી. હાઇસ્કુલ ખાતે કન્વિનર પ્રિયંકભાઈ પરમાર અને દ્વારકા તાલુકા કક્ષાની સ્પર્ધા તા.૨૦ અને ૨૧ના રોજ વરવાળા ગામે આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયના કન્વિનર મેરામણભાઈ ગોજીયા અને સહ કન્વિનર વજસીભાઇ ગોજીયા રહેશે. જેના સંપર્કમાં રહી, તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે દરેક કલાકારોએ ભાગ લેવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application