ભાવનગર અને બોટાદ જિલ્લામાં ફક્ત મહિલાઓ માટે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરાયું છે. મનસુખ માંડવિયા(કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ભારત સરકાર) અને ડૉ. ભારતિબેન ડી. શિયાળ સાંસદશ્ ભાવનગર બોટાદ દ્રારા તારીખ ૨.૩.૨૦૨૪ અને તા. ૩.૩.૨૦૨૪ના રોજ ભાવનગર તેમજ બોટાદ જિલ્લાના મહિલા રમતવીરો માટે જિલ્લાકક્ષા સાંસદ મહિલા ખેલ મહોત્સવ -૨૦૨૪ અંતર્ગત વિવિધ ૯ રમતો પૈકી વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, રસ્સાખેંચ, યોગા, નારગેલ, એથ્લેટીક્સ, લીંબુ ચમચી, સંગીત, ખુરશી જેવી રમતોનું અલગ અલગ ૩ વયજૂથમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.
ભાવનગર તેમજ બોટાદ જિલ્લાના મહિલા રમતવીરો માટે યોજાઈ રહેલા આ સાંસદ મહિલા ખેલ સ્પર્ધામાં રમતવીરો વધુ ને વધુ લાભ લે તેના માટે જિલ્લા રમત વિકાસ અધિકારી,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કચેરી ભાવનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારી, બોટાદ દ્રારા દરેક ખેલાડીઓને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.
આ સાંસદ મહિલા ખેલ સ્પર્ધાનો મુખ્ય ઉદેશ ભાવનગર અને બોટાદ જિલ્લાના મહિલા રમતવીરોમાં રહેલા સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના શુભ આશય સાથે યોગ્ય પ્રતિભાઓને શોધીને યથા યોગ્ય તક આપવા માટે તથા રમતવીરોના સર્વાંગી વિકાસ અર્થે સમગ્ર ભાવનગર અને બોટાદ જિલ્લામાં રમત ગમતના વાતાવરણનું નિર્માણ કરવાનો છે.
આ સ્પર્ધા ત્રણ અલગ અલગ વયજુથ ૧. ૧૪ વર્ષથી નીચેના, ૨. ૧૫ થી ૨૧ વર્ષ સુધીના, ૩. ૨૧ થી ઉપરની કક્ષાએ સ્પર્ધાનું આયોજન થનાર છે. કોઈપણ ખેલાડી કોઈ એક જ રમતમાં ભાગ લઈ શકશે. જન્મ તારીખ ૩૧-૧૨-૨૦૨૪ ને ધ્યાને રાખવાની રહેશે. એથ્લેટીક્સ રમતમાં કુલ ત્રણ ૧૦૦ મી. દોડ, ગોળાફેંક, લાંબીકૂદ ઇવેન્ટસનો સમાવેશ કરવામાં આવેલ છે ભાવનગર-બોટાદ જિલ્લાના સંસદીય વિસ્તારના નાગરિક જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
સાસંદ મહિલા ખેલ મહોત્સવ-૨૦૨૪ ની સ્પર્ધામાં ભાગ-લેવા માટેની રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ ૨૭.૦૨.૨૦૨૪ છે આ સ્પર્ધાની વધુ માહિતી માટે બ્લોક આઈ.ડી:- dsdobhav.blogspot.com પરથી મેળવી શકાશે. ભાવનગર જિલ્લાના તમામ મહિલાઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, ભાવનગર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMછેલ્લા 10 વર્ષોમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા
January 23, 2025 10:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech