જિલ્લાના ધરતીપુત્રોને રાસાયણિક કૃષિનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું આહ્વાન કરતાં રાજ્યપાલ: પ્રાકૃતિક ખેત પેદાશો આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી : મુળુભાઇ બેરા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધરતીપુત્રો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, માનવજીવનનું સૌથી કિંમતી અંગ મનુષ્યનું મગજ છે, જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ૧૦ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. ઉત્પાદન ઘટી જશે તેવા ડરથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં ખચકાટ અનુભવે છે, પરંતુ પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક ખેતી કરતાં પણ વધુ ઉપજ મેળવવી શક્ય છે. જેના ઉદાહરણ રૂપે તેમણે હરિયાણામાં પોતાના ખેતર વિશેના અનુભવને વિગતવાર વર્ણવીને ખેડૂતોને પ્રેરિત કર્યાં હતાં.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના ઉત્કર્ષ માટે ખેતીનો ખર્ચ ઓછો થાય તે જરૂરી છે, તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. મોંઘા ખાતર અને બિયારણના ઉપયોગને પરિણામે ખેતીનો ખર્ચ વધી જાય છે. તેને લીધે જમીનના પોષકતત્ત્વો નાશ પામે છે. ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને લીધે ખેતીની જમીન પણ એકદમ સખત થઈ જાય છે, જેને લીધે ખેતરમાં-જમીનમાં પાણી ઉતરતું નથી. ઉપરની માટીનું ધોવાણ થાય છે. જંતુનાશકો અને ખાતરોના વધુ પડતા ઉપયોગને લીધે ખેડૂતોના મિત્ર એવા અળસિયા અને કીટકો નાશ પામે છે. અળસીયા એ મજૂરી ન માંગે તેવા મજૂર છે અને પરમાત્માના ધરતીપુત્રોને આશીર્વાદ છે. પરંતુ તેનો જ નાશ આપણે રાસાયણિક ખેતી દ્વારા કરી રહ્યા છીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો આપણે સારૂ સ્વાસ્થ્ય જાળવવું હશે તો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ પ્રાપ્ત થશે. જંગલમાં જે વૃક્ષો હોય છે, તેમાં તમામ પ્રકારના ખનીજતત્વો હોય છે. કુદરતી રીતે જ તેમાં તમામ પ્રકારના તત્વો ઉમેરાય છે. આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય તે અંગેનું અભિયાન આપણે ચલાવી રહ્યાં છીએ. આ પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીનની ફળદ્રુપતા ટકી શકશે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આજે પ્રકૃતિની ગોદમાં પ્રાકૃતિક ખેતી વિશે વાત કરવાનો અવસર આપવા બદલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સમગ્ર રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા તરફ પ્રેરિત થાય તે માટે અભિયાન ચલાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેત પેદાશો આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સંરક્ષણ તેમજ ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેના પરિણામે ઘણા ધરતીપુત્રો આજે પ્રાકૃતિક કૃષિ કરી અન્ય ખેડૂતોને આ માટે પ્રેરિત કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે અમૂલ્ય માર્ગદર્શન આપવા બદલ તેમણે રાજ્યપાલશ્રીનો આભાર માન્યો હતો.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિક્રમસિંહ ચૌહાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગેની કામગીરીની માહિતી આપી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઉત્પાદનોના સ્ટોલનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરી ખેતરમાં વાવેતર કરવામાં આવેલા વિવિધ પાકો ડ્રેગન ફ્રુટ, પપૈયા વગેરેનું નિરીક્ષણ કરીને ઉપજની માવજત માટે ખેડૂત રામભાઈ આંબલીયાની સરાહના કરી હતી, તેમજ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૯૬૮૮ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે તબક્કામાં કુલ ૭૮૦ તાલીમનું આયોજન કરી ૩૧,૬૪૯ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ છે.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એસ.એન.ડઢાણીયા, પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા, અગ્રણી શ્રી પી.એસ. જાડેજા સહિત અધિકારીઓ, કર્મચારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech