5 વર્ષથી કેરળમાં થઇ રહી હતી અંગ તસ્કરી,ઈરાન જવા માટે બનાવતો હતો નકલી પાસપોર્ટ

  • June 03, 2024 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેરળમાં શરીરના અંગોની તસ્કરી કેસમાં બેલમકોંડા રામ પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે. રામ પ્રસાદ એક કિડની ડોનેશન ગેંગ સાથે સંકળાયેલા હતા. તેણે કિડની ડોનર શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ પછી તે 60 ટકાથી વધુ મેચ થતા હોય એવા ડોનર શોધી લાવ્યો. હૈદરાબાદની આ ગેંગ ઈરાનના સંપર્કમાં હતી.


પ્રસાદે આંધ્રપ્રદેશમાં મોટી સંખ્યામાં લોકોને અંગોની હેરાફેરીમાં સામેલ કર્યા હતા. આ કેસમાં, બે મલયાલીઓ, ત્રિસુરના 30 વર્ષીય સબિથ નાસર અને કલામાસેરીના 43 વર્ષીય સાજીથ શ્યામરાજની અગાઉ અટકાયત કરવામાં આવી હતી. ત્રણેયની હૈદરાબાદમાં પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસકર્તાઓને જાણવા મળ્યું હતું કે આ રેકેટ ઈરાન, કુવૈત અને શ્રીલંકાથી ચલાવવામાં આવી રહ્યું હતું. સબિત નાસાર 2019 માં તેની કિડની વેચ્યા પછી આ રેકેટમાં જોડાયો હતો.

નકલી પાસપોર્ટ બનાવ્યા


આ કેસમાં વિશેષ તપાસ ટીમનું નેતૃત્વ કરી રહેલા એર્નાકુલમ જિલ્લા પોલીસ વડા વૈભવ સક્સેનાએ જણાવ્યું હતું કે જ્યારે પ્રસાદે તેની કિડની વેચવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ગેંગના સંપર્કમાં આવ્યો હતો. તેની તબિયતની સમસ્યાએ તેનું કામ અટક્યું હતું. ત્યારબાદ તે આ રેકેટમાં જોડાયો અને ખરીદદાર બની ગયો.


ગેંગના તમામ સભ્યોની ભારતમાં ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગે ઓછી આવક ધરાવતા પરિવારોના લોકોને ઈરાન લઈ જવામાં આવ્યા હતા અને ટ્રાન્સપ્લાન્ટ પહેલા એપાર્ટમેન્ટમાં રોકાયા હતા. તેમના માટે નકલી પાસપોર્ટ બનાવવા માટે આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News