પાટણના ધારપુરમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પ્રથમ વર્ષના મેડિકલ વિધાર્થી અનિલ મેથાનિયાના કથિત રેગિંગને કારણે થયેલા મૃત્યુ બાદ, સોસાયટીએ બુધવારે તેની હેઠળની તમામ ૧૩ મેડિકલ કોલેજો માટે ૧૦–પોઈન્ટની માર્ગદર્શિકા મુજબ કોલેજોને બે દિવસમાં ફરજિયાત એન્ટિ–રેગિંગ સમિતિઓની વિગતો આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વિગતવાર માર્ગદર્શિકા આ વર્ષે માર્ચમાં જાહેર કરવામા આવી છે કરાયેલા ઠરાવમાં ઉલ્લ ેખિત સમાન છે અને નેશનલ મેડિકલ કમિશન (મેડિકલ કોલેજો અને સંસ્થાઓમાં રેગિંગ નિવારણ અને નિષેધ) રેગ્યુલેશન્સ, ૨૦૨૧ ને પુનરાવર્તિત કરે છે. માર્ગદર્શિકા આદેશ આપે છે કે પ્રવેશ સમયે, વિધાર્થીઓ તેમજ તેમના માતાપિતાએ બાંયધરી આપવી પડશે કે વિધાર્થીઓ રેગિંગની કોઈપણ પ્રવૃત્તિમાં પોતાને સામેલ કરશે નહીં.
રેગિંગનો બનાવ બને નહી તે માટે રાય ની તમામ મેડિકલ કોલેજના ડીન દ્રારા પગલાં લેવામાં આવી રહયા છે. ઉપરાંત વિધાર્થીઓ માટે રેગિંગની ફરીયાદ કરવી સરળ બની શકે તે માટે હોસ્ટેલ, લાઇબ્રેરી, કેન્ટીન, કોમનમ સહિતના વિભાગોમાં ફરીયાદ પેટી મુકવામાં આવશે. આ ફરિયાદ પેટીઓમાં મુકવામાં આવશે. ઉપરાંત વિધાર્થીઓને રેગિંગની પ્રવૃત્તિ ગેરકાયદે તેમજ સજાપાત્ર ગૂનો હોવાથી આવી પ્રવૃત્તિથી દુર રહે તેની માહિતી પણ અપાશે.
રેગિંગ કરતા પાટણની મેડિકલ કોલેજ ના વિધાર્થીનું મોત નિપયું હતું. જેના પગલે મેડિકલ કોલેજના ડીન દ્રારા હોસ્ટેલમાં લાઈંગ સ્કવોડ, સિકયુરીટી જવાનો તેમજ હોસ્ટેલના સિનિયર તથા જુનિયર રેકટર દ્રારા આકસ્મિક તપાસના આદેશો આપ્યા છે. તેમજ પ્રથમ વર્ષના વિધાર્થીઓને હોસ્ટેલમાં પ્રથમ અને બીજા માળે રાખવાની સુવિધા કરી છે. તેમ છતાં રેગિંગનો ભોગ બનેલા વિધાર્થીઓ તેની ફરીયાદ સરળતાથી કરી શકે તે માટે તમામ મેડિકલ કોલેજ દ્રારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મેડિકલ કોલેજના ડીન ઓફિસ, હોસ્ટેલ, લાઇબ્રેરી, કેન્ટીન, કોમનમ સહિતમાં ફરીયાદ પેટીઓ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ફરીયાદ પેટીઓને દરરોજ એન્ટી રેગિંગ કમિટી દ્રારા ખોલવામાં આવે તેવું આયોજન કરવામાં આવનાર છે.
આયોજન પેટી મુકવાની સાથે સાથે રાજયની મેડિકલ કોલેજમાં તમામ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ રેગિંગની પ્રવૃત્તિ કરતા પહેલાં વિધાર્થીઓ ડરે તે માટે રેગિંગની પ્રવૃત્તિ સજાપાત્ર ગુનો હોવાથી સાથે સાથે કાયદેસર રીતે કેવા કેવા પગલાં લઇ શકાય તેની જાણકારી પણ વિધાર્થીઓને આપવામાં આવી રહી છે. ઉપરાંત કોલેજ, કેન્ટીન, હોસ્ટેલ, લાઇબ્રેરી સહિતની જગ્યાએ રેગિંગ એક સજાપાત્ર ગુનો હોવાના લખાણોવાળા નોટીસ બોર્ડ લગાડવામાં આવ્યા છે
પ્રથમ વર્ષના વિધાર્થીઓ પાસે રેગિંગ જાગૃતિ અંગેના ફોર્મ ભરાવવામાં આવશે
રાજયની મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિધાર્થીઓમાં રેગિંગની પ્રવૃત્તિ અંગે જાગૃતતા આવે તે માટે નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્રારા નક્કી કરેલું ફોર્મ પણ ભરાવવામાં આવશે. તેમાં રેગિંગની પ્રવૃત્તિ સજાપાત્ર ગૂનો હોવાની સાથે સાથે કાયદેસરના કેવા અને કયા કયા પગલાં લઇ શકાય સહિતની જાણકારી આપતા ફોર્મ ભરાવવામાં આવશે.
એનએમસીની વેબસાઇટમાં વિગતો મોકલાશે
નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્રારા મેડિકલ કોલેજમાં રેગિંગની પ્રવૃત્તિ અટકાવવા માટે એન્ટી રેગિંગ કમિટીની રચના કરવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીમાં કેટલા સભ્યો અને કોણ કોણ છે. વધુમાં કોલેજમાં વિધાર્થીઓની સાથે રેગિંગની પ્રવૃત્તિઓ અટકે તે માટે કેવા કેવા અને કયા કયા પગલાં લેવામાં આવ્યા સહિતની માહિતી નેશનલ મેડિકલ કાઉન્સિલની વેબસાઇટ ઉપર ભરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech