સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરી દેવાના આદેશ છૂટ્યા

  • December 25, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.7માં સર્વેશ્વર ચોક ખાતે આવેલ વોંકળા ઉપર રૂ.4.91 કરોડના ખર્ચે સ્લેબ બનાવવાના કામનું ખાતમુહૂર્ત થયાને ત્રણ માસ જેવો સમય વિતી ગયો છે, હાલ ચોકમાં ખોદકામ ચાલુ હોય બેરીકેડિંગ કરી સમગ્ર ચોક બંધ કરાયો છે અને જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જ રીતે ચોક બંધ રહેશે. દરમિયાન તાજેતરમાં યોજાયેલી ચાલુ વિકાસ કામોની પ્રોજેક્ટ્સની સ્થિતિ અંગેની રિવ્યુ મિટિંગમાં વોંકળાનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા ભારપૂર્વક તાકિદ કરાઇ હતી, સાથે જ કામ ઝડપી કરવાને કારણે કામમાં કોઇ કચાશ ન રહે તે જોવા માટે પણ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આદેશ કર્યો હતો.
વિશેષમાં સેન્ટ્રલ ઝોન સિટી એન્જીનિયર અતુલ રાવલએ જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડ સુધીનું ખોદકામ પૂર્ણ થઇ ગયું છે, 40 વર્ષ જુના વોંકળાનો સ્લેબ એટલો મજબૂત હતો કે તેને કટરથી તોડવામાં પણ ઘણો સમય વિતી ગયો હતો, હાલ પુરજોશમાં કામ ચાલી રહ્યું છે અને દર સપ્તાહમાં બે વખત તેઓ આ કામની સાઈટ વિઝીટ કરી રહ્યા છે. કોન્ટ્રાકટર એજન્સીને કામ માટેની સમય મયર્દિા 12 મહિનાની અપાઇ છે પરંતુ શક્ય તેટલું વહેલું અને ખાસ કરીને ચોમાસા પહેલા કામ પૂર્ણ થઇ જાય તે માટે સુચના આપી છે. ચોમાસા પહેલા કામ પૂર્ણ થવાથી વરસાદી પાણીના નિકાલમાં પણ મુશ્કેલી ન પડે તેવો હેતુ છે.

990 ચોરસ મીટર ક્ષેત્રફળમાં સ્લેબ ભરાશે
વોર્ડ નં.7માં સર્વેશ્વર ચોક ખાતેના વોંકળા પર નિમર્ણિ થઇ રહેલા નવા વોંકળામાં 990 ચોરસ મીટર ક્ષેત્રફળના સ્લેબ કલ્વર્ટની લંબાઇ 110 રનિંગ મીટર, પહોળાઇ નવ રનિંગ મીટર તેમજ ઉંચાઇ ત્રણ રનિંગ મીટર રહેશે. આ કામની સમય મયર્દિા એક વર્ષ છે પરંતુ શક્ય તેટલી ઝડપથી કામ પૂર્ણ કરવા આદેશ કરાયો છે. ટ્રાફિકથી ધમધમતા યાજ્ઞિક રોડ વિસ્તારમાં ઝડપથી કામ પૂર્ણ થાય તે માટે મ્યુનિ. પદાધિકારીઓ, અધિકારીઓ અને ઇજનેરો સાઇટ વિઝીટ કરનાર હોવાનું જાણવા મળે છે.

નિર્ણય વોંકળાનું વહેણ ડાયવર્ટ કરવાનું શરૂ

સર્વેશ્વર ચોકનો હયાત વોંકળો શિવમ કોમ્પલેક્ષ નીચેથી પસાર થતો હોય વોંકળા સફાઇમાં મુશ્કેલી થતી હોય હાલમાં નિમર્ણિાધિન નવા સ્લેબયુક્ત વોંકળાનું વહેણ ડાયવર્ટ કરાઇ રહ્યું છે નવો વોંકળો શિવમ કોમ્પ્લેક્સ નીચેથી નહીં પરંતુ તેની બાજુમાં ચોકના રસ્તા નીચેથી પસાર થશે. વહેણ ડાયવર્ટ કરવાથી સફાઇ વ્યવસ્થિત થશે અને વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપી બનશે. ભવિષ્યમાં ક્યારેય કોઇ દુર્ઘટનાને અવકાશ ન રહે તેવા ફુલપ્રુફ પ્લાનિંગ સાથે કામ ચાલી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News