હાપા રોડ પર એલ.સી.બી. ત્રાટકી: 74 બોટલ, મોબાઇલ કબજે: મુંબઇના શખ્સની સંડોવણી: જુના હુડકા પાસે 27 બોટલ સાથે એકની અટક
જામનગરની એલ.સી.બી.ની ટુકડીએ શહેર વિસ્તારમાં પેટ્રોલીંંગ દરમ્યાન જુના હુડકા પાસેથી એક શખ્સને ઇંગ્લીશ દાની 27 બોટલ સાથે પકડી લીધો હતો જેમાં એકનું નામ ખુલ્યુ હતું ઉપરાંત હાપા રોડ ઉપર બે શખ્સ ઇંગ્લીશ દાની 74 બોટલ સાથે ઝપટમાં આવ્યા હતા. આ શખ્સોએ ઓનલાઇન ઓર્ડર કરીને દા મંગાવ્યો હતો જેમાં મુંબઇના શખ્સની સંડોવણી ખુલી.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પ્રોહીબીશન તથા જુગારધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વી.એમ. લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ. પી.એન. મોરી તથા પો.સ.ઇ. એ.કે. પટેલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પ્રથમ રેઇડમાં એલ.સી.બી. સ્ટાફના કિશોરભાઇ પરમાર તથા કલ્પેશભાઇ મૈયડ તથા અરજણભાઇ કોડીયાતર તથા મયુદિનભાઇ સૈયદને તેમના બાતમીદારથી મળેલ ખાનગી હકીકત આધારે રણજીતનગર જુના હેડકા પાસે મજકુર આરોપી હીરેન અમૃતલાલ ગોરી જાતે ભાનુશાળી ઉ.વ.29 ધંધો મજુરી રહે. કિશાનચોક નંદા બ્રધર્સવાળી ગલી જામનગર વાળાના કબજામાં નાની મોટી બોટલો નંગ 27 કિં. ા. 20,900 તથા મોબાઇલ ફોન એક કિ. ા. 5000 મળી કુલ ા. 25,900 ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી મજકુર આરોપી વિરુદ્ધ પો. હેડ. કોન્સ. મયુદિનભાઇ સૈયદએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ. કોન્સ. અરજણભાઇ કોડીયાતરએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દાનો જથ્થો મંગાવનાર હરીશભાઇ કિશોરભાઇ ચૌહાણ રહે. દિ. પ્લોટ 58 અંજલી વિડીયોની બાજુમાં જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
દરમ્યાન બીજી રેઇડમાં એલ.સી.બી. સ્ટાફના કિશોરભાઇ પરમાર તથા કિપાલસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને તેમના બાતમીદારથી મળેલ ખાનગી હકીકત આધારે હાપા યાર્ડથી ટાટાના શોા તરફ જતા રોડ ઉપર કિશાન કાટાની સામે મજકુર આરોપી સાગર ઉર્ફે સાગરીયો હંસરાજભાઇ હુરબડા ઉ.27 રહે. દિ.પ્લોટ 49 જામનગર, રાજેશ ઉર્ફે રાજ જગદીશભાઇ લખીયાર રહે. દિ.પ્લોટ 58 જામનગર વાળાના કબજામાંથી ઇંગ્લીશ બોટલો નંગ 74 પોતાના કબજામાં રાખી રેઇડ દરમ્યાન ઇંગ્લીશ દારુની બોટલ નં. 74 કિં. 37000 તથા મોબાઇલ ફોન એક કિં. 5000 મળી કુલ ા. 42,000 ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી મજકુર આરોપી વિરુદ્ધ પો.હેડ. કોન્સના નારણભાઇ વસરાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ. કોન્સ. ક્રિપાલસિંહ જાડેજાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દાનો જથ્થો મોકલનાર મુળ જામનગર વિશ્રામવાડી અને હાલ મુંબઇના બોરીવલી ખાતે રહેતા હીરેન ઉર્ફે ધોરી રહે. મુંબઇવાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
આરોપીએ વેંચાણ અર્થે વિદેશી દારુ ઓનલાઇન ઓર્ડર મંગાવી પોતાના કબજામાં રાખ્યો હતો દરમ્યાન પોલીસે બે શખ્સને પકડી લીધા હતા. સપ્લાયર તરીકે મુંબઇનાં શખ્સને ફરાર જાહેર કરી આ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMરિવાઇડ રિટર્નની તારીખ ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ
December 23, 2024 11:07 AMગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech