ગઈકાલે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વરસાદમાં તૂટેલા રસ્તા અને પુલના મામલે તમામ મંત્રીઓને આદેશ કર્યા હતા કે તમામ મંત્રીઓ પોતાના પ્રભારી જિલ્લ ામાં જઈ અને રોડ રસ્તા અને પુલને મુદ્દે સમીક્ષા કરે અને જવાબદારો સામે આકરા પગલાં લેવા પડેતો ખચકાટ અનુભવો નહીં.
બિહારમાં છેલ્લ ા પંદર દિવસમાં અડધા ડઝનથી વધારે પુલ તૂટી પડવાની ઘટનાએ દેશભરમાં ચક્ચાર જગાવી છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં ચોમાસું 2024ની રાજ્યમાં પ્રગતિ અને તેના સંદર્ભે થયેલા માલ મિલકતને નુકસાન અંગેની ચચર્િ વેળાએ કેટલીક સ્પષ્ટ સૂચનાઓ મંત્રીઓ અને વરિષ્ઠ સચિવોને આપી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, નબળી ગુણવત્તાવાળા બાંધકામ ચલાવી લેવાશે નહીં, એમાં કસુ2વા2 કોઇ અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય કે પછી ક્યાંક કોઇ પદાધિકારી હોય, પગલાં લેવાશે.
જ્યાં રસ્તા કે પુલ તૂટે તેને ઝડપથી મરામત કરી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા અથવા તો સુચારુ ડાઇવર્ઝન આપી લોકોને પડતી હાલાકી દૂર કરવા પણ મુખ્યમંત્રીએ કેબિનેટમાં સૂચના આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ચોમાસાની પ્રગતિની સમીક્ષા થઇ હતી. ખાસ કરીને કૃષિ વાવેતર, જળાશયોમાં પાણીનો સંગ્રહ, સિંચાઇ માટે જરૂરી પાણી ક્યાં ક્યાં ઉપલબ્ધ થયું છેતેની ચચર્િ થઇ હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન છેલ્લ ા વીસ પચ્ચીસ દિવસથી રાજ્યના જુદા જુદા ભાગોમાં ઘણી ઠેકાણે ભારેથી અતિ ભારે વરસાદ થોડા જ સમયમાં ખાબકી પડવાથી નદી અને નાળાઓમાં ફ્લડની ઘટનાઓ બની હતી. એમાં રાજકોટ,જામનગર, જૂનાગઢ, તાપી,ડાંગ, સુરેન્દ્રનગર જેવા જિલ્લ ાઓમાં નાના મોટા પુલ, નાળા અને કેટલીક સરકારી મિલકતો તૂટી પડવાની ઘટનાઓ બની હતી. આ અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે, વરસાદમાં રોડ રસ્તા, પુલ જેવી મિલકતોને નુકસાન થાય છે એમાં ઘણાં કિસ્સામાં નબળી ગુણવત્તાવાળુ બાંધકામ હોય એમ જણાય છે ત્યારે આવા પ્રકારના બાંધકામ સંદર્ભે કોન્ટ્રાક્ટર તો જવાબદાર છે પણ અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરવી જોઇએ.
મુખ્યમંત્રીએ કેબિનેટના સાથી મંત્રીઓને ઉદ્દેશીને કહ્યું હતું કે, દરેક પ્રભારી મંત્રીઓએ પોતાના જિલ્લ ાઓમાં પ્રવાસ કરવો જોઇએ અને આ મુદ્દે સમીક્ષા બેઠક યોજવી જોઇએ. જરૂર જણાય તેવા કિસ્સામાં આકરા પગલાં લેવા જોઈએ આ માટે કોઈપણ પ્રકારનો ખચકાટ અનુભવો જોઈએ નહીં પ્રભારી મંત્રીઓને પોતાના વિસ્તારમાં જઈને વરસાદી સમીક્ષા દરમ્યાન થયેલા રોડ રસ્તા ના નુકસાન નો રિપોર્ટ સરકારને આપવો પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech