રાજકોટની ભાગોળે આવેલા ત્રંબામાં સરસ્વતી વિધાલય સંચાલક શિક્ષકને તેના વિદ્ધ થયેલ ખોટી અરજીના કામે બેરહેમીથી જઇ ઢોરમાર માર્યા અંગેની કોર્ટ ફરિયાદમાં અદાલતે આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા અને પોલીસ કર્મચારી વિધ્ધ કોર્ટે કેસ ચલાવવા હત્પકમ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ શહેરની ભાગોળે આવેલા ત્રંબામાં રહેતા અને સરસ્વતી વિધાલય નામની સ્કુલ ચલાવતા પાર્ષદભાઈ ધીભાઈ વ્યાસ અને તેના ભાઈ હીતેશભાઈ ધીભાઈ વ્યાસ તા.૨૯૦૩૨૦૨૪ ના રોજ સાંજના સમયે સ્કુલમાં હતા. તે દરમ્યાન ચાલુ સ્કૂલે જુદી જુદી બે ગાડીમાં બે –બે પોલીસ કર્મચારી સિવિલ ડ્રેસમાં આવ્યા હતા અને પાર્ષદભાઈને કહેલ કે 'ચાલ ગાડીમાં બેસી જા તારા વીધ્ધ ફરીયાદ છે', આથી પાર્ષદભાઈએ સ્કુલનો કહી પોલીસ કર્મચારી વાસાણીભાઈએ બિભત્સ ગાળો ભાંડી પાર્ષદભાઈને છાતીમાં જોરથી બાચકો ભરી શર્ટ પકડી ઢસડી લાકડીથી માર મારતા પાર્ષદભાઈએ બાળકોની સ્કુલ છુટે ત્યારે આવુ છું તેવી વિનંતી કરી હતી. પરંતુ પોલીસ કર્મીઓએ હીતેષભાઈ અને પાર્ષદભાઈને ઢીકા–પાટુ અને લાકડી વડે માર મારી બંને ભાઈઓને ઢસડીને ધકકા મારી ગાડીમાં બેસાડી દીધા હતા. અને તેમના બહેન હર્ષાબેન સાથે ગેરવર્તન કરી બંને ભાઈઓને આજીડેમ પોલીસ સ્ટેશને લઈ જઇ પી.આઈ. એ.બી. જાડેજાએ બંને ભાઈઓને ગાળો આપી માર મારી બીજા મમાં મોકલી દીધા હતા. ત્યારબાદ તમામ પોલીસ કર્મચારીઓએ બંને ભાઈઓને વારાફરતી ઢોરમાર માર્યેા હતો. બાદમાં પોલીસે બંને ભાઈઓને રાતના સમયે જવા દેતા પોલીસના બેફામ મારના કારણે ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે હર્ષાબેન ધીભાઈ વ્યાસે આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભુપતભાઈ રામજીભાઈ વાસાણી, કોન્સ્ટેબલો હરીશધનભાઈ માધુભાઈ પરમાર, અજયભાઈ જેસીંગભાઈ હત્પંબલ, જગદીશસિંહ રવુભાઈ પરમાર, હરપાલસિંહ જયુભાઈ જાડેજા વિધ્ધ કોર્ટમાં લેખીત ફરીયાદ દાખલ કરી હતી. અદાલતે આ અંગે પોલીસ રિપોર્ટ અને બંને સાહેદોના સારવાર સર્ટિફિકેટ મંગાવી ફરિયાદીનુ વેરીફીકેશન લીધું હતુ, ત્યારબાદ આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી. જાડેજા સહિત તમામ પોલીસ કર્મચારી વિધ્ધ પ્રોસેસ ઈસ્યુ કરવા હત્પકમ કર્યેા છે. આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ રઘુવીરભાઈ બસીયા રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech