રાજકોટના ટીઆરપી ગેમઝોનના અિકાંડ બાદ હવે મહાપાલિકા તત્રં હરકતમાં આવ્યું છે અને નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ દ્રારા શહેરમાં વોર્ડવાઇઝ ટીમ નિયુકત કરી ૫૨૦ એકમોનું ચેકિંગ કરાયું હતું જેમાં તા.૨૯ મેથી તા.૧ જુન સુધીના ચાર દિવસમાં કુલ ૫૨૦ યુનિટનું ચેકિંગ કરી ફાયર એનઓસી ન હોય તેમજ ફાયર સેફટીના સાધનો ન હોય તેવા કુલ ૧૬૦ સંકુલો સીલ કરવામાં આવ્યા હતા. હવેથી ફાયર એનઓસી સૌ જોઇ શકે તે રીતે ડિસ્પ્લેમાં રાખવા પણ હત્પકમ કર્યેા છે. ફાયર એનઓસી ન મેળવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પબ્લિક નોટિસ પ્રસિધ્ધ કરાઇ છે.
વિશેષમાં રાજકોટના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ ફાયર એનઓસી તથા બીયુપી સર્ટિફિકેટ અંગે નાગરિકો જોગ જાહેર સુચના જારી કરતા જણાવ્યું છે કે આથી સંબંધિત તમામને આ જાહેર સુચનાથી જાણ કરવામાં આવે છે કે, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ–૧૯૭૬ તથા તે હેઠળ અમલીકૃત સીજીડીસીઆરની જોગવાઈ મુજબ ઈમારતમિલકત માટે બાંધકામ વપરાશ પ્રમાણપત્ર (બીયુ) લેવાનું રહે છે તથા ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેટી મેજર્સ એકટ–૨૦૧૩ તથા તે હેઠળના નિયમો–૨૦૧૪ તેમજ રેગ્યુલેશન–૨૦૨૩ની જોગવાઈ અનુસાર ફાયર એનઓસી મેળવવાનું રહે છે. ઉપરોકત જોગવાઈ અનુસાર આથી જણાવવાનું કે, રાજકોટ મહાપાલિકાના હદ વિસ્તારમાં આવતી ઉપરોકત કાયદાકીય જોગવાઇને પાત્ર તમામ ઈમારત–મિલકત બીયુ સર્ટિફિકેટ લેવા પાત્ર એકમ–સંકુલ માટે બીયુ સર્ટિફિકેટ તેમજ ફાયર એનઓસી લેવા પાત્ર એકમ–સંકુલ માટે ફાયર એનઓસી સંબંધકર્તાએ મેળવી લેવાના રહેશે તેમજ જેઓએ મેળવેલ ન હોય તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ દ્રારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્રારા ઝૂંબેશના પમાં ચકાસણીની કામગીરી હાથ ધરાઇ છે જે અંતર્ગત તા.૨૯ મેથી તા.૧ જૂન દરમ્યાન વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ ૧૬૦ સંકુલો સીલ કરવામાં આવ્યા છે
કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ૧૩ ગેઇમ ઝોનની ચકાસણી કરાવામાં આવી અને આ તમામ ૧૩ ગેઇમ ઝોન સીલ કરાયા હતા. આ ઉપરાંત ૧૪૯ હોસ્પિટલમાં ચકાસણી કરી ૧૩ હોસ્પિટલોને સીલ કરવામાં આવી. ૮૨ જેટલા કોમર્શિયલ એકમો, મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, શોપ્સમાં ચકાસણી કરી ૨૨ એકમો સીલ કરવામાં આવ્યા હતા. ૧૯૧ ટુશન કલાસ–એયુકેશન સંસ્થાઓમાં ચકાસણી કરી ૭૦ સંકુલો સીલ કરાવામાં આવ્યા હતા.૧૦ પાર્ટી પ્લોટ–ટેમ્પરરી સ્ટ્રકચરની ચકાસણી કરી આ તમામ ૧૦ સંકુલો સીલ કરાવામાં આવ્યા હતા. ૨૨ જેટલા હોટલ–રેસ્ટોરન્ટ–બેન્કવેટ હોલની ચકાસણી કરી તે પૈકીના ૯ સંકુલ સીલ કરાયા હતા. વધુમાં રાજકોટ મહાપાલિકા દ્રારા ૫૩ જેટલા અન્ય બિલ્ડીંગો (સિનેમા, જીમ વિગેરે)ની ચકાસણી કરી તેમાંથી ૨૩ બિલ્ડીંગો સીલ કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech