ઇન્ડોર સ્ટેડિયમમાં સફાઇ અને બેઠક વ્યવસ્થાનું રિપેરિંગ કરાવવા આદેશ

  • October 21, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેસકોર્ષ સ્થિત વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમની મહાપાલિકાના પદાધિકારીઓ દ્રારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી સ્ટેડીયમ બિલ્ડીંગમાં તાજેતરમાં ઉપરના ભાગે પતરાના શેડની તેમજ ફટોપ સોલારની કામગીરી કરાઇ હતી. પદાધિકારીઓએ સંચાલક સંસ્થાને આ સ્ટેડીયમની સમયાંતરે સઘન સાફ સફાઇ કરાવવા તેમજ બેઠક વ્યવસ્થામાં જરી સમારકામ કરવા સુચના આપી હતી.
ઉપરોકત સ્થળ મુલાકાત વેળાએ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સિટી એન્જીનિયર અતુલ રાવલ, ડેપ્યુટી એન્જીનિયર હેમેન્દ્ર કોટક, એડીશનલ આસી. એન્જીનિયર મહેશ પ્રજાપતિ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, રેસકોર્સ સંકુલ મેનેજર કે.બી. ઉનાવા અને ઇન્ડોર સ્ટેડિયમની સંચાલક સંસ્થા સરગમ કલબના પ્રતિનિધિ પ્રફુલભાઇ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News