કેન્દ્ર સરકારે ફાઇનાન્સ બિલ, ૨૦૨૪માં એક સુધારો રજૂ કર્યેા છે, જે અંતર્ગત કરદાતાઓ ૨૩ જુલાઇ, ૨૦૨૪ પૂર્વે ખરીદેલી સ્થાવર મિલકતો માટે ઇન્ડેકસેશન વિના ૧૨.૫ ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસ કે ઇન્ડેકસેશન સાથે ૨૦ ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસ એમ બે વિકલ્પમાંથી કોઇ એક વિકલ્પની પસંદગી કરી શકશે.
સરકારે ૨૩ જુલાઇ પહેલાં ખરીદવામાં આવેલી અનલિસ્ટેડ સિકયોરિટીઝ ૧૦% એલટીસીજી પર પાછી લાવવાની પણ દરખાસ્ત કરી છે. ગયા મહિને બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસ ૨૦ ટકાથી ઘટાડીને ૧૨.૫ ટકા કર્યેા હતો. જોકે ૨૦૦૧માં કે તે પછી ખરીદેલી સ્થાવર મિલકતો માટે ઇન્ડેકસેશન બેનિફિટ દૂર કરી દેવાયો હતો. મતલબ કે સ્થાવર મિલકત વેચનારે ફુગાવો એડજસ્ટ કર્યા વિના સમગ્ર ગેઇન પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસ ચૂકવવો પડે. બજેટની આ જોગવાઇને પગલે રિયલ એસ્ટેટ સેકટરમાં અવઢવ સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ઇન્ડેકસેશન લાભને કારણે સ્થાવલ મિલકત વેચનાર વ્યકિત કેપિટલ ગેઇન્સની ગણતરી કરતી વખતે ફુગાવાની અસર એડજસ્ટ કરી શકતી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્રારા પ્રકાશિત કોસ્ટ ઇન્લેશન ઇન્ડેકસના આધારે ફુગાવાની અસરની ગણતરી કરવામાં આવતી હતી. ઇન્ડેકસનો આધાર ૧ એપ્રિલ, ૨૦૦૧ નક્કી કરવામાં આવ્યો હતો અને તેની વેલ્યૂ ૧૦૦ હતી. ડેટા મુજબ બાંધકામ હેઠળની મિલકતોની સરેરાશ કિંમત લગભગ સાત ગણી વૃદ્ધિ પામી છે યારે એકંદરે રિયલ એસ્ટેટ સેકટર ૨૦૦૯થી લગભગ ચાર ગણું વધ્યું છે.
નિર્મલા સીતારામન નાણાવર્ષ ૨૦૨૪–૨૫ માટેનું ફાઇનાન્સ બિલ આજે બુધવારે લોકસભામાં ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરશે. આ બિલ બજેટ દરખાસ્તો લાગુ કરવા માટે જરી છે, જેને સંસદના બંને ગૃહોની મંજૂરી જરી છે. ગત ૨૩ જુલાઇએ રજૂ કરાયેલું બજેટ ૨૨ જુલાઇએ સત્ર શ થયું ત્યારથી સંસદીય સમીક્ષા હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech