જામનગરમાં તા. રના રોજ મહાસંમેલન: ગઇરાત્રે જામજોધપુરમાં પણ ક્ષત્રિય યુવાનોએ કયર્િ દેખાવ: રૂપાલા હાય હાયના લગાવ્યા નારા: પોલીસ દ્વારા સંખ્યાબંધની કરાઇ અટક
અંગ્રેજો સાથે રજવાડાઓએ રોટી-બેટીના વ્યવહાર કયર્િ હતા... ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલાના આ વિધાને ભાજપના નાકે દમ લાવી દીધો છે, કારણ કે લોકસભાની ચૂંટણી દરમ્યાન ક્ષત્રિય સમાજનો વિરોધ પરકાષ્ટાએ પહોંચી રહ્યો છે, દ્વારકાથી ધર્મરથ નીકળ્યો છે, તા. ર ના રોજ જામનગર ખાતે મહાસંમેલનની જાહેરાત કરાઇ છે, દરમ્યાનમાં ગઇરાત્રે જામજોધપુર ખાતે ક્ષત્રિય યુવાનો દ્વારા રૂપાલા હાય હાયના નારા લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા સંખ્યાબંધ યુવાનોની અટક કરવામાં આવી છે.
જામનગરમાં અગાઉ ક્ષત્રિય સમાજની મળેલી બેઠકમાં જાહેર કરાયા મુજબ ભાજપ વિઘ્ધ મતદાન કરવાની અપીલ કરવા માટે દરેક જિલ્લાની જેમ દ્વારકાથી ધર્મરથ કાઢવા માટેની કરાયેલી જાહેરાત અંતર્ગત ત્યાંથી રથ રવાના થઇ ગયેલ છે અને નિયત કાર્યક્રમ મુજબ આ રથ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને વિરોધ નોંધાવશે, દરમ્યાનમાં તા.બીજી મેના રોજ કે જ્યારે વડાપ્રધાન અહીં આવી રહ્યા છે ત્યારે જ ક્ષત્રિય સમાજ દ્વારા જામનગરમાં આંદોલનના બીજા તબક્કા અંતર્ગત મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
અધૂરામાં પુંરૂ ગઇરાત્રે જામજોધપુર ખાતે કેટલાક ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને અંદાજે દોઢસોથી બસ્સો જેટલા ક્ષત્રિય યુવાનો જામજોધપુરના ભાજપના મઘ્યસ્થ ચૂંટણી કાયર્લિય તરફ જવાની કોશિષ કરી રહ્યા હતા, જેને પોલીસે રસ્તામાં અટકાવી લીધા હતા અને તમામને મીની બસમાં બેસાડીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા, આ યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા, આમ જામનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે, અને હજુ સુધી ડેમેજ કંટ્રોલની ફોર્મ્યુલા ભાજપને મળી શકી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech