યુવાનોને ટોચની કંપનીઓમાં કામ કરવાનો અનુભવ મળે તેવા આશયથી પી.એમ. ઈન્ટર્નશીપ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. ઈન્ટર્નશીપ માટે જોડાયેલા યુવાનોને 12 માસ માટે માસિક રૂ. 5,000 સ્ટાઇપેન્ડ મળવા પાત્ર છે. આ ઈન્ટર્નશીપ યોજનામાં જોડાવા માટે ઉમેદવારોએ તા. 10 નવેમ્બર સુધીમાં www.pminternship.mca.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે.
ઉમેદવારોની શૈક્ષણીક લાયકાત SSC/HSC,/I.T.I.,/DIPLOMA /GRADUATE પૂર્ણ કરેલું તેમજ ઉંમર 21 થી 24 વર્ષ, પૂર્ણ સમયની રોજગારી અથવા શિક્ષણ ન મેળવતા તેમજ ઉમેદવારના કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ. ઉમેદવારના કુટુંબમાં કોઈ સભ્યની વાર્ષિક આવક મર્યાદા રૂ. 8 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને રાજ્ય સરકારની કોઈ એપ્રેન્ટીશીપ યોજના કે ઈન્ટર્નશીપ કરેલ ન હોવા જોઈએ.
પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટે પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઈન્ટર્નશીપમાં અપ્લાય કરવું, અરજી સમયે આધાર નંબર સાથે લીંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો, અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક એકાઉન્ટની વિગત રાખવી, અરજી સમયે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી તેમજ ખંભાળિયા આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech