ઓપનએઆઈએ છેલ્લા ત્રણ મહિનામાં પાંચ ઇનવિઝિબલ ઇનલુએન્સ પર્ફેામન્સ બધં કર્યા છે. ચેટ જીપીટી નિર્માતા ઓપનએઆઈએ જણાવ્યું હતું કે રશિયા, ચીન, ઈરાન અને ઈઝરાયેલના કેટલાક ગ્રુપએ તેની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશ્વભરના રાજકીય નેરેટીવને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યેા છે. જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અમેરિકાની ૨૦૨૪ની રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશ માટે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તેનાથી યોગ્ય પ્રચાર જુંબેશ ચલાવાય છે તેવી ચિંતાઓ પણ વ્યકત કરાઇ છે.
ઓપનએઆઈ દ્રારા ઓળખવામાં આવેલા પાંચ નેટવકર્સમાં રશિયન તરફી ડોપેલગેન્જર, ચાઈનીઝ તરફી નેટવર્ક સ્પેમોલેજ અને ઈન્ટરનેશનલ યુનિયન ઓફ વચ્ર્યુઅલ મીડિયા, ઈરાની કામગીરી જેવા ગ્રુપનો સમાવેશ થાય છે. ઓપનએઆઈએ અગાઉના અજાણ્યા નેટવકર્સને પણ લેગ કર્યા હતા.
નવા રશિયન જૂથ, જેને ઓપનએઆઈએ બેડ ગ્રામર તરીકે ઓળખાવ્યું હતું, તેણે સ્ટાર્ટઅપના એઆઇ મોડલ્સ તેમજ મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામનો ઉપયોગ કન્ટેન્ટ–સ્પામિંગ પાઇપલાઇન સેટ કરવા માટે કર્યેા હતો, આ ગ્રુપએ ઓપનએઆઈના મોડલ્સનો ઉપયોગ કોડ ડીબગ કરવા માટે કર્યેા હતો જે ટેલિગ્રામ પર પોસ્ટિંગને ઓટોમેટિક કરી શકે છે, પછી રશિયન અને અંગ્રેજીમાં ટિપ્પણીઓ જનરેટ કરવા માટે તે ટેલિગ્રામ પોસ્ટસનો જવાબ આપવા માટે ડઝનેક એકાઉન્ટસનો ઉપયોગ કર્યેા હતો. ઓપનએઆઈ દ્રારા ટાંકવામાં આવેલા એકાઉન્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે યુનાઈટેડ સ્ટેટસે યુક્રેનને સમર્થન ન આપવું જોઈએ.
ચેટ જીપીટી મેકરનો નવો રિપોર્ટ એવા સમયે આવ્યો છે યારે આ વર્ષની વૈશ્વિક ચૂંટણીઓમાં એઆઇની ભૂમિકા અંગે વ્યાપક ચિંતા કરવામાં આવી છે. તેના તારણોમાં, ઓપનએઆઈએ એવી રીતો સૂચિબદ્ધ કરી છે કે જેમાં પ્રભાવિત નેટવકર્સે તેમના ટૂલ્સનો ઉપયોગ લોકોને પ્રભાવિત કરવા માટે કર્યેા છે, જેમાં મોટા પ્રમાણમાં ટેકસટ અને ઇમેજ બનાવવા માટે એઆઇનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં ભાષાની ભૂલો ઓછી છે, જે કોઈ એકલા મનુષ્યો દ્રારા શકય નથી. પરંતુ કંપનીએ કહ્યું કે આખરે, તેના મૂલ્યાંકન મુજબ, ઓપનએઆઈનો ઉપયોગ કરવાના પરિણામે આ ઝુંબેશો નિષ્ફળ રહી.
ઓપનએઆઈની ઇન્ટેલિજન્સ અને તપાસ ટીમના મુખ્ય તપાસકર્તા બેન નિમ્મોએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી, ઇનલુએન્સની કામગીરીમાં જનરેટિવ એઆઇ નો ઉપયોગ કરવામાં આવે તો શું થઈ શકે તે અંગે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે, આ લોકોના અભિપ્રાય સાથે છેડછાડ કરવા અથવા તેમની પાછળના લોકોની સાચી ઓળખ અથવા ઇરાદાને જાહેર કર્યા વિના રાજકીય પરિણામોને પ્રભાવિત કરવાના ભ્રામક પ્રયાસો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech