ઘિબલીના પીએમ મોદી, સચિન તેંડુલકર, મસ્ક પણ દિવાના, ચેટજીપીટી પર પ્રેશર વધતા કહ્યું- અમારી ટીમને ઊંઘવા દ્યો

  • March 31, 2025 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર ઘિબલી સ્ટાઇલના ચિત્રો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. લાખો લોકો ચેટજીપીટીનો ઉપયોગ કરીને બનાવેલા તેમના ઘિબલી સ્ટાઇલના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જોકે કેટલાક યુઝરોએ ઇલોન મસ્કના ગ્રોક એઆઈ ચેટબોટનો ઉપયોગ કરીને આવી જ તસવીરો પણ બનાવી રહ્યા છે, ચેટજીપીટી આ કિસ્સામાં વધુ સારા પરિણામો આપી રહ્યું હોય તેવું લાગે છે. આ કારણે, લોકો ઓપનએઆઇના ચેટબોટનો વધુ ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ચેટજીપીટીની કેટલીક સમસ્યાઓ વધી છે. ઘિબલી સ્ટાઇલ ફોટા ખૂબ લોકપ્રિય થવાને કારણે, હજારો યુઝરો એકસાથે ચેટજીપીટીનો ઉપયોગ કરી રહ્યા છે જે ચેટબોટ પર ઘણું પ્રેશર લાવી રહ્યું છે.


તાજેતરમાં કંપનીના સીઈઓએ કહ્યું હતું કે, આના કારણે તેમના જીપીયુ 'પીગળી' રહ્યા હતા. હવે તાજેતરની એક્સ પોસ્ટમાં, કંપનીના સીઇઓએ લોકોને વિનંતી કરી છે કે, કૃપા કરીને તસવીરો બનાવવામાં થોડી ધીરજ રાખો, આ પાગલપન છે, અમારી ટીમને ઊંઘની જરૂર છે. આ નિવેદન પરથી એવું લાગે છે કે ઇમેજ જનરેશન ફીચરની માંગ ઓપનએઆઇના જીપીયુ તેમજ ટીમ પર અસર કરી રહી છે.


ઓપનએઆઈના નવા ઇમેજ જનરેટર ફીચરની જબરદસ્ત માંગ વચ્ચે, કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેને તાજેતરની પોસ્ટમાં એક નવા પડકાર વિશે વાત કરી. ઓલ્ટમેને અહેવાલ આપ્યો કે, ચેટજીપીટીના ઇમેજ જનરેટર પ્રત્યેના ઉત્સાહને કારણે ઓપનએઆઈના જીપીયુ 'પીગળી' રહ્યા હતા. આને ધ્યાનમાં રાખીને, કંપનીએ તસવીર નિર્માણ પર મર્યાદા નક્કી કરવી પડશે. હવે ચેટજીપીટી ફ્રી ટાયરમાં યુઝરો માટે દરરોજ ફક્ત ત્રણ ફોટા બનાવી રહ્યું છે. એટલું જ નહીં, ઓલ્ટમેને તેમના નવા ઘિબલી-શૈલીના પ્રોફાઇલ ફોટોનો પણ ઉલ્લેખ કર્યો, જે આ સુવિધા સાથે બનાવવામાં આવ્યો હતો.


ઓપનએઆઇએ તાજેતરમાં ચેટજીપીટીમાં આ ઇમેજ જનરેટર રજૂ કર્યું, જેને યુઝરો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આ સુવિધા યુઝરોઓને મિનિટોમાં તસવીરો, આકૃતિઓ, લોગો, ઇન્ફોગ્રાફિક્સ, સ્ટોક ફોટા અને બિઝનેસ કાર્ડ બનાવવાની મંજૂરી આપે છે. આ ટૂલની બીજી ખાસિયત એ છે કે તે પહેલાથી બનાવેલ ફોટો લઈ શકે છે અને તેને પેઇન્ટિંગ અથવા પ્રોફેશનલ હેડશોટમાં રૂપાંતરિત કરી શકે છે.


જોકે, આ સુવિધાની માંગ વધુ હોવાથી, ઓપનએઆઇની કમ્પ્યુટિંગ શક્તિ પર ભારે દબાણ આવ્યું છે. આ માંગ જીપીયુને મલ્ટીટાસ્ક કરવાની ફરજ પાડે છે, ક્યારેક તેમના પર ઓવરલોડિંગ પણ થાય છે. આ દબાણને સંભાળવા અને સેવાને સ્થિર રાખવા માટે, કંપની હવે ઇમેજ જનરેશનને મર્યાદિત કરી રહી છે.


ઘિબલીના પીએમ મોદી, સચિન તેંડુલકર, મસ્ક પણ દિવાના બન્યા

ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર અત્યારે સ્ટુડિયો ઘિબલી સ્ટાઇલની એઆઇ ઇમેજનું પૂર આવ્યું છે. ચેટજીપીટીના યુઝર્સ તેમના ફોટા ઘિબલી સ્ટાઈલમાં બનાવી શેર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર અને ઇલોન મસ્કે પણ પોતાના ફોટા ઘિબલી સ્ટાઇલમાં સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. ઘિબલી સ્ટાઇલ એક એવો જાદુ છે કે જેમાં ફોટો એનિમેટેડ સ્ટાઈલમાં બદલી જાય છે. ચેટજીપીટીએ 26 માર્ચે આ ફીચર માત્ર પેડ યુઝર્સ માટે લોન્ચ કર્યું હતું. પરંતુ હવે તેને ફ્રી કરી દેવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application